________________
જ્ઞાનમીમાંસા
૨ ૨ ૩ આપ્તત્વ અનિવાર્ય છે. અમુક પુરુષ આમ છે એટલે તેનાં વચન પ્રમાણ છે. તે વચનોના પ્રામાણ્ય માટે અન્ય કોઈ હેતું નથીપરાથનુમાન માટે હેતુનો આધાર આવશ્યક છે. હેતુની સચ્ચાઈ ઉપર જ્ઞાનની સચ્ચાઈ નિર્ભર છે. લૌકિક અને લોકોત્તરના ભેદ આતના બે ભેદ છે. સાધારણ વ્યક્તિ લૌકિક આત હોઈ શકે છે. લોકોત્તર આપ્ત તો તીર્થકર વગેરે વિશિષ્ટ પુરુષો જ હોઈ શકે.
આગમો, શાસ્ત્રો અથવા ગ્રન્થોની પ્રામાણિકતાનો આધાર શું છે? શું કોઈ ગ્રન્થને આગમ કે શાસ્ત્ર કહેવા માત્રથી જ તે ગ્રન્થ સ્વતઃ પ્રામાણિક બની જાય છે? અથવા કોઈ ગ્રન્થની ગણના શાસ્ત્રોમાં ન કરવાથી જ શું તે ગ્રન્થની પ્રામાણિકતા સ્વતઃ ખતમ થઈ જાય છે ? અમુક ગ્રન્થને શાસ્ત્ર કેમ કહેવામાં આવે છે ? શું એટલા માટે કે તે પ્રામાણિક છે? જો પ્રામાણિકતાના કારણે અમુક ગ્રન્થને શાસ્ત્રની સંજ્ઞા દેવામાં આવતી હોય તો શાસ્ત્રોની સંખ્યા અસીમિત થઈ જશે કેમ કે જગતમાં એવા અનેક ગ્રન્થો લખાયા છે, લખાઈ રહ્યા છે અને લખાશે જે પૂર્ણતઃ પ્રામાણિક છે અર્થાત્ જેમની પ્રામાણિકતા સર્વસમ્મત છે. દાખલા તરીકે ભાષા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, સંવિધાન આદિ અનેક વિષયના અગણિત એવા નાના-મોટા ગ્રન્થ મળી શકશે જે સર્વાનુમત હોય અર્થાત જેમની પ્રામાણિકતા સર્વમાન્ય હોય. શું તે બધા ગ્રન્થોને શાસ્ત્ર ન કહી શકાય ? આનાથી વિપરીત એવા અનેક શાસ્ત્રસંશક ગ્રન્થો મળશે જેમની પ્રામાણિકતા અંશતઃ અથવા પૂર્ણતઃ ખંડિત થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં કોઈ ગ્રન્થને શાસ્ત્ર નામ મળી જવા માત્રથી તે પ્રામાણિક નથી બની જતો. તેવી જ રીતે કોઈ ગ્રન્થ કેવળ એટલા માટે અપ્રામાણિક નથી બની જતો કે તેની શાસ્ત્ર સંજ્ઞા નથી. કોઈ ગ્રન્થની શાસ્ત્ર સંજ્ઞા હોવી કે ન હોવી એ તો તેની પ્રાચીનતા, પ્રસિદ્ધિ, ગ્રન્થકારનું વ્યક્તિત્વ, અનુયાયીઓની શ્રદ્ધા, પરંપરાનો પ્રભાવ વગેરે અનેક બાબતો ઉપર નિર્ભર છે. એ આવશ્યક નથી કે શાસ્ત્ર નામ ધારણ કરનારો પ્રત્યેક ગ્રન્થ પ્રામાણિક જ હોય તથા પ્રત્યેક ઈતર ગ્રન્થ અપ્રામાણિક જ હોય. શાસ્ત્રો પણ અતઃ કે પૂર્ણતઃ પ્રામાણિક અને અપ્રામાણિક હોઈ શકે છે તથા અન્ય ગ્રન્થો પણ. બધા જ ગ્રન્થોની પ્રામાણિકતા-અપ્રામાણિકતા તેમના ગુણ-દોષ ઉપર આધાર રાખે છે. પ્રામાણિકતા-અપ્રામાણિકતાનો આધાર વ્યક્તિનાં પ્રત્યક્ષ આદિ જ્ઞાનસાધનો છે જેમની સહાયતાથી અનેક વાતો નિર્વિવાદપણે સિદ્ધ થાય છે. પૂર્વગ્રહરહિત મધ્યસ્થભાવથી કોઈ પણ તથ્યને સ્વીકારનારો જનસમુદાય પ્રત્યક્ષ વગેરેથી સિદ્ધ વાતોને સહજ રીતે સ્વીકારી લે છે. જો એવા લોકોને માન્ય પ્રત્યક્ષાદિસિદ્ધ સિદ્ધાન્તો અને તથ્યોને પણ સત્ય ન માનવામાં આવે તો સત્યની સાર્વજનીન કસોટી જ રહે નહિ. જે તથ્યો સ્પષ્ટ નથી અથવા સંદિગ્ધ છે તેમના અંગે વિવાદને અથવા મતભેદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org