________________
૧૫૬
જૈન ધર્મ-દર્શન
ઉત્પન્ન થનારા દેવો કલ્પાતીત કહેવાય છે. આ બધા દેવો સમાન છે. તે બધા ઇન્દ્રવત્ હોવાથી અહમિન્દ્ર કહેવાય છે. કોઈ નિમિત્તે મનુષ્યલોકમાં જવાનો પ્રસંગ ઊભો થાય તો કલ્પોપપન્ન દેવો જ જાય છે, કલ્પાતીત જતા નથી. ભવનવાસી તથા ઐશાન કલ્પ સુધીના દેવો વાસનાત્મક સુખભોગ મનુષ્યોની જેમ જ કરે છે. સાનત્કુમાર તથા માહેન્દ્ર કલ્પોના દેવો દેવીઓના શરીરનો સ્પર્શ કરીને જ પૂર્ણ કામસુખ પ્રાપ્ત કરે છે. બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાન્તવ અને કાપિષ્ઠ કલ્પોના દેવો દેવીઓની સુન્દરતાનું દર્શન કરીને જ પોતાની કામવાસના પૂરી કરે છે. શુક્ર, મહાશુક્ર, શતાર અને સહસ્રાર કલ્પોમાં દેવો દેવીઓના મધુર ગાન આદિના શ્રવણ માત્રથી પોતાની કામવાસનાની પૂર્ણ તૃપ્તિ કરી લે છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પોના દેવો દેવીઓના સ્મરણ માત્રથી પોતાની કામેચ્છાને પૂરી શાન્ત કરે છે. બાકીના દેવો કામવાસનારહિત હોય છે.
ભવનપતિ અથવા ભવનવાસી દેવોમાં નીચે જણાવેલા દેવોની ગણના થાય છે — (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) વિદ્યુતકુમા૨, (૪) સુપર્ણકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) વાતકુમાર, (૭) સ્તનિતકુમાર, (૮) ઉદધિકુમાર, (૯) દ્વીપકુમાર અને (૧૦) દિકુમાર.૨ આ દેવો પોતાનાં વસ્ત્રાભૂષણો, શસ્ત્રાસ્ત્રો, વાહનો આદિથી યુવાન દેખાય છે તેથી તેમને કુમાર કહેવામાં આવે છે.
અસુરકુમારોનાં ભવનો પ્રથમ નારકભૂમિના પંકબહુલ ભાગમાં હોય છે. અન્ય કુમારોનાં નિવાસસ્થાનો પ્રથમ પૃથ્વી રત્નપ્રભાના નક્કર ભાગથી ઉપરના અને નીચેના સ્તરોમાં એક એક હજાર યોજન છોડીને આવેલાં છે.
કિન્નર, કિમ્પુરુષ, મહોરગ, ગર્વ,યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ વ્યન્તર દેવો છે. રાક્ષસ પંકબહુલ ભાગમાં રહે છે. અન્ય વ્યન્તર દેવોનાં નિવાસસ્થાનો અસંખ્ય દ્વીપો અને સાગરો પાર ઉપરના નક્કર ભાગમાં હોય છે.
૪
જ્યોતિષ્ક દેવોમાં સૂર્યો, ચન્દ્રમાઓ, ગ્રહો, નક્ષત્રો અને તારાઓનો સમાવેશ થાય છે. આ બધાંમાં સૌથી નીચે તારાઓ હોય છે, તેઓ ૭૫૦ યોજનની ઊંચાઈએ ઘૂમે છે. તેમનાથી ૮૦ યોજન વધુ ઊંચાઈએ ચન્દ્રો ઘૂમે છે. તેમનાથી ચાર યોજન અધિક ઊંચાઈએ નક્ષત્રો છે. તેમનાથી ચાર યોજન વધુ ઊંચે બુધ ગ્રહો છે. તેમનાથી
૧. તત્ત્વાર્થસૂત્ર, ૨.૩૫, ૪૭, ૫૨; ૪.૧-૧૦, ૧૭-૧૮.
૨. એજન, ૪.૧૧
૩. સર્વાર્થસિદ્ધિ, ૪.૧૦.
૪. એજન. ૪.૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org