________________
તત્ત્વવિચાર
૧૫૫
ઘેરો તનુ હવાથી ઘેરાયેલો છે. તનુ હવાનો ઘેરો આકાશ પર આધારિત છે અને આકાશ સ્વાધારિત છે.
જેમ જેમ નીચે તરફ આગળ જઈએ છીએ તેમ તેમ નારક જીવોમાં કુરૂપતા, ભયાનકતા આદિ વિકૃતિઓ વધતી જાય છે. તેઓ અતિ તાપ અને અતિ શીતથી કષ્ટ પામે છે. તેઓ એવાં કાર્યો કરવા ઇચ્છે છે જેમનાથી તેમને સુખ મળે પરંતુ તેમનાથી એવાં જ કર્મો થાય છે જેમનાથી તેમને પીડા જ પહોંચે. જ્યારે તેઓ એકબીજાની નજીક આવે છે ત્યારે તેમનો ક્રોધ વધી જાય છે અને તેઓ પોતાના પૂર્વજીવનને યાદ કરીને કૂતરાઓ અને શિયાળોની જેમ ઝઘડે છે. તેઓ પોતે જ બનાવેલાં શસ્ત્રો તથા હાથ, પગ, દાંત આદિ વડે એકબીજાને આહત કરી ટુકડેટુકડા કરી નાખે છે. તેમનું શરીર વૈક્રિય હોવાથી પારાની જેમ પૂર્વવત્ જોડાઈ જાય છે. ના૨ક જીવોને દુષ્ટ દેવોથી પણ કષ્ટ મળે છે. તે દેવો તેમને ધગધગતા પીગળેલા લોઢાનું પાન કરવા, ધગધગતા લોહસ્તંભને છાતીએ લગાવવા અને કાંટાવાળા વૃક્ષો ઉપર ચડ-ઊતર કરવા ફરજ પાડે છે. આ જાતના દેવો પરમાધાર્મિક કહેવાય છે, એ દેવો પહેલી ત્રણ ભૂમિઓ સુધી જ જાય છે. આ દેવો એક જાતના અસુરદેવો છે, તેઓ બહુ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. તેમનો સ્વભાવ જ એવો હોય છે કે તેમને બીજાઓને સતાવવામાં જ આનન્દ આવે છે. તેમની નીચે જણાવેલી પંદર જાતિઓ છે (૧) અમ્બ, (૨) અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રુદ્ર, (૬) ઉપદ્ર, (૭) કાલ, (૮) મહાકાલ, (૯) અસિપત્ર, (૧૦) ધનુષ (૧૧) કુમ્ભ, (૧૨) વાલુક, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર,(૧૫) મહાઘોષ. નારક જીવોના જીવનકાળને ઓછો કરી શકાતો નથી અર્થાત્ તેઓ અકાલ મૃત્યુથી મરી શકતા નથી.
દેવ
દેવ એક વિશેષ પ્રકારની શય્યા પર જન્મ લે છે. તેઓ ગર્ભજ નથી હોતા, અકાલ મૃત્યુથી નથી મરતા, પરિવર્તનશીલ શરીર ધારણ કરે છે તથા પહાડો-સાગરોથી ઘેરાયેલા ધરાતલના જુદા જુદા ભાગોમાં સ્વતન્ત્ર વિચરે છે અને આનન્દ લે છે. તેમનામાં અદ્ભુત પરાક્રમ હોય છે. દેવોના ચાર પ્રકાર છે · ભવનવાસી, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક. તેમના ક્રમશઃ ૧૦,૮,૫ અને ૧૨ પેટાભેદ છે. તે સ્વર્ગો, જેમનામાં ઇન્દ્ર, સામાનિક આદિ પદો હોય છે, કલ્પ કહેવાય છે. કલ્પોમાં ઉત્પન્ન દેવો કલ્પોપપન્ન કહેવાય છે. કલ્પોથી ઉપરનાં સ્વર્ગોમાં કોઈ પવિભાજન નથી હોતું. આવાં સ્વર્ગોમાં
-
૧. તત્ત્વાર્થસૂત્ર, ૨.૫૨; ૩.૩-૫, સમવાયાંગ, ૧૫.
Jain Education International
―――――
For Private & Personal Use Only
www.jainelibrary.org