________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
: ૧૯ પરંતુ વિશેષતઃ ચોથામાં વૈખાનસ અને ગાદ્ધપૃષ્ઠમરણની, પાંચમામાં રોગ તથા ભક્તપરિજ્ઞાની, છઠ્ઠામાં એકત્વભાવના તેમ જ ઇંગિનીમરણની, સાતમામાં પ્રતિમા તથા પાદપોપગમનમરણની અને આઠમામાં વય:પ્રાપ્ત શ્રમણોની ભક્તપરિજ્ઞા, ઇંગિનીમરણ તેમ જ પાદપોપગમનમરણની ચર્ચા છે. નવમા અધ્યયનનું નામ ‘ઉપધાનશ્રુત છે. તેમાં વર્તમાન જૈન આચારના પ્રરૂપક અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરની તપસ્યાનું વર્ણન છે. પ્રસ્તુત અધ્યયનમાં ભગવાન મહાવીરના સાધકજીવનની અર્થાત્ શ્રમણજીવનની સર્વાધિક પ્રાચીન અને વિશ્વસનીય સામગ્રી ઉપલબ્ધ છે. તેના ચાર ઉદ્દેશોમાંથી પ્રથમમાં શ્રમણ ભગવાન મહાવીરની ચર્યાનું, બીજામાં શય્યા અર્થાત વસતિનું, ત્રીજામાં પરીષહ અર્થાત્ ઉપસર્ગનું અને ચોથામાં આતંક તથા તષિયક ચિકિત્સાનું વર્ણન છે. આ બધી ક્રિયાઓમાં ઉપધાન અર્થાત્ તપ પ્રધાનપણે હોય છે, તેથી આ અધ્યયનનું નામ “ઉપધાનશ્રુત” સાર્થક છે. આમાં મહાવીર માટે “શ્રમણ ભગવાન', “જ્ઞાતપુત્ર', “મેધાવી”, “બ્રાહ્મણ”, “ભિક્ષુ', “અબદુવાદી” આદિ વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રત્યેક ઉદેશના અંતે મહાવીરને મતિમાનું બ્રાહ્મણ અને ભગવાન કહેવામાં આવ્યા છે.
| દ્વિતીય શ્રુતસ્કન્ધની પાંચ ચૂલાઓમાંથી અન્તિમ ચૂલા આચારપ્રકલ્પ અથવા નિશીથને આચારાંગથી કોઈક સમયે અલગ કરી દેવામાં આવી, તેથી આચારાંગમાં હવે ચાર ચૂલાઓ જ રહી છે. પ્રથમ શ્રુતસ્કન્ધના વિવિધ વિષયોને એકત્ર કરીને શિષ્યહિતાર્થ ચૂલાઓમાં સંગૃહીત કરી સ્પષ્ટ કરી દીધા છે. આ વિષયોમાં કેટલાક અનુક્ત વિષયોનો પણ સમાવેશ કરી દીધો છે. આમ આ ચૂલાઓની રચના પાછળ બે પ્રયોજનો હતા – ઉક્ત વિષયોનું સ્પષ્ટીકરણ કરવું અને અનુક્ત વિષયોનું ગ્રહણ કરવું. પ્રથમ ચૂલામાં સાત અધ્યયન છેઃ (૧) પિચ્છેષણા, (૨) શધ્યેષણા, (૩) ઈર્યા, (૪) ભાષાજાત, (૫) વઐષણા, (૬) પારૈષણા અને (૭) અવગ્રહપ્રતિમા. બીજી ચૂલામાં પણ સાત અધ્યયન છે: (૧) સ્થાન, (૨) નિષાધિકા, (૩) ઉચ્ચારમગ્નવણ, (૪) શબ્દ, (૫) રૂપ, (૬) પરિક્રિયા અને (૭) અન્યોન્યક્રિયા. ત્રીજી ચૂલા ભાવના અધ્યયનના રૂપમાં છે. ચોથી ચૂલા વિમુક્તિ અધ્યયનના રૂપમાં છે. પ્રથમ ચૂલાનું પ્રથમ અધ્યયન અગિયાર ઉદ્દેશોમાં વિભક્ત છે. આ ઉદેશોમાં ભિક્ષ-ભિક્ષણીની પિષણા અર્થાત્ આહારની ગવેષણાના વિષયમાં વિધિ-નિષેધોનું નિરૂપણ છે. “શઐષણા” નામના બીજા અધ્યયનમાં શ્રમણ-શ્રમણીના સ્થાન અર્થાત્ વસતિની ગવેષણાના વિષયમાં પ્રકાશ પાડવામાં આવેલ છે. આ અધ્યયનમાં ત્રણ ઉદ્દેશો છે. “ઈ' નામના ત્રીજા અધ્યયનમાં સાધુ-સાધ્વીની ઈર્યાઅર્થાત ગમનાગમનરૂપ ક્રિયાની શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર કરવામાં આવ્યો છે. આ અધ્યયનમાં પણ ત્રણ ઉદ્દેશો છે. “ભાષાજાત' નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org