________________
૧૮
જૈન ધર્મ-દર્શન નિરસન. “શીતોષ્ણીય' નામનું ત્રીજું અધ્યયન ચાર ઉદેશોમાં વિભક્ત છે. સત્કાર આદિ અનુકૂલ પરીષહ “શીત' તથા અપમાન આદિ પ્રતિકૂલ પરીષહ “ઉષ્ણ' કહેવાય છે. પ્રસ્તુત અધ્યયનમાં આન્તરિક અને બાહ્ય શીત-ઉષ્ણની ચર્ચા છે. તેમાં એ દર્શાવવામાં આવ્યું છે કે શ્રમણે શીત-ઉષ્ણ સ્પર્શ, સુખ-દુઃખ, અનુકૂલ-પ્રતિકૂલ પરીષહ, કષાય, કામવાસના, શોક-સત્તાપ આદિને સહન કરવા જોઈએ તથા સદૈવ તપ-સંયમઉપશમના માટે ઉદ્યત રહેવું જોઈએ. પ્રથમ ઉદેશમાં અસંયમીનું, બીજા ઉદેશમાં અસંયમીના દુઃખનું, તૃતીય ઉદ્દેશમાં કેવળ કષ્ટ ઉઠાવનાર શ્રમણનું અને ચોથા ઉદેશમાં કષાયના વમનનું વર્ણન છે. “સમ્યકત્વ' નામનું ચોથું અધ્યયન પણ ચાર ઉદેશોમાં વિભક્ત છે. પ્રથમ ઉદેશમાં સમ્યફવાદ અર્થાત યથાર્થવાદનો વિચાર કરવામાં આવ્યો છે. બીજા ઉદેશમાં ધર્મપ્રવાદુકોની પરીક્ષાનું, ત્રીજા ઉદેશમાં અનવદ્ય તપના આચરણનું તથા ચોથા ઉદ્દેશમાં નિયમન અર્થાત્ સંયમનું વર્ણન છે. આ બધાનું તાત્પર્ય એ છે કે સંયમીએ સદૈવ સમ્યફ જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રમાં તત્પર રહેવું જોઈએ. પાંચમા અધ્યયનનું નામ “લોકસાર' છે. તે છ ઉદેશોમાં વિભક્ત છે. તેનું બીજું નામ “આનંતિ' પણ છે કારણ કે તેના પ્રથમ ત્રણ ઉદ્દેશોનો પ્રારંભ આ શબ્દથી થાય છે. લોકમાં ધર્મ જ સારભૂત તત્ત્વ છે. ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે, અને સંયમનો સાર નિર્વાણ છે. પ્રસ્તુત અધ્યયનમાં આનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રથમ ઉદેશમાં હિંસક, સમારમ્ભકર્તા અને એકલવિહારીને અમુનિ કહ્યા છે. બીજા ઉદેશમાં વિરતને મુનિ તથા અવિરતને પરિગ્રહી કહ્યા છે. ત્રીજા ઉદેશમાં મુનિને અપરિગ્રહી અને કામભોગોથી વિરક્ત દર્શાવવામાં આવેલ છે. ચોથા ઉદ્દેશમાં અગીતાર્થના માર્ગમાં આવનારાં વિપ્નોનું નિરૂપણ છે. પાંચમા ઉદેશમાં મુનિને હૃદની અર્થાત્ જલાશયની ઉપમા આપવામાં આવી છે. છઠ્ઠા ઉદેશમાં ઉન્માર્ગ અને રાગદ્વેષના પરિત્યાગનો ઉપદેશ આપવામાં આપ્યો છે. છઠ્ઠા અધ્યયનનું નામ “ધૂત છે. તેમાં બાહ્ય અને આન્તરિક પદાર્થોના પરિત્યાગનો તથા આત્મતત્ત્વની પરિશુદ્ધિનો ઉપદેશ આપવામાં આવ્યો છે, તેથી તેનું “ધૂત' (બરાબર સાફ ધોયેલું – શુદ્ધ કરેલું) નામ સાર્થક છે. તેના પ્રથમ ઉદ્દેશમાં સ્વજનના, બીજામાં કર્મના, ત્રીજામાં ઉપકરણ અને શરીરના, ચોથામાં ગૌરવના તથા પાંચમામાં ઉપસર્ગ અને સમ્માનના પરિત્યાગનો ઉપદેશ છે. મહાપરિજ્ઞા' નામનું સાતમું અધ્યયન વિચ્છિન્ન છે – લુપ્ત છે. વિમોક્ષ નામના આઠમા અધ્યયનમાં આઠ ઉદેશ છે. પ્રથમ ઉદેશમાં અસમનોજ્ઞ અર્થાત્ અસમાન આચારવાળાનો પરિત્યાગ કરવાનો ઉપદેશ છે. બીજા ઉદેશમાં અકથ્ય અર્થાત અગ્રાહ્ય વસ્તુના ગ્રહણનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. અંગચેષ્ટા દ્વારા સમ્બદ્ધ કથન યા શંકાનું નિવારણ ત્રીજા ઉદેશનો વિષય છે. આગળના ઉદેશોમાં સામાન્યતઃ ભિક્ષુના વસ્ત્રાચારનું વર્ણન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org