________________
૨૮
જૈન ધર્મ-દર્શન કોઈ અનુત્તર (શ્રેષ્ઠ) વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે તે “અનુત્તરૌપપાતિક કહેવાય છે. પ્રસ્તુત અંગગ્રન્થમાં આ પ્રકારની કેટલીક વ્યક્તિઓની દશાનું વર્ણન છે.
પ્રશ્નવ્યાકરણનો જે પરિચય સ્થાનાંગ, સમવાયાંગ અને નન્દીસૂત્રમાં મળે છે તેનાથી ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ સર્વથા ભિન્ન છે. વિદ્યમાન સંસ્કરણમાં હિંસા વગેરે પાંચ આગ્નવો અને અહિંસા આદિ પાંચ સંવરોનું દસ અધ્યયનોમાં નિરૂપણ છે.
વિપાકશ્રુત બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે : દુઃખવિપાક અને સુખવિપાક. દુઃખવિપાકમાં અશુભ કર્મના અર્થાત પાપના વિપાકોનું (ફળોનું) દસ અધ્યયનોમાં દસ કથાઓના માધ્યમથી નિરૂપણ કરવામાં આવ્યું છે. તેવી રીતે સુખવિપાકમાં દસ કથાઓના માધ્યમથી શુભ કર્મના (પુણ્યના) વિપાકનું નિરૂપણ દસ અધ્યયનોમાં છે.
અંગબાહ્ય આગમ પાંચ વર્ગોમાં વિભક્ત છે – ઉપાંગ, મૂલસૂત્ર, છેદસૂત્ર, ચૂલિકાસૂત્ર અને પ્રકીર્ણક.
પ્રતિષ્ઠા આદિની દૃષ્ટિએ ઔપપાતિક વગેરેનું સ્થાન અંગો પછી હોવાના કારણે તેમને ઉપાંગની કોટિમાં મૂકવામાં આવ્યા છે. ઉપાંગ બાર છે – (૧) ઉવવાઈય (ઔપપાતિક), (૨) રાયપણઈય (રાજપ્રશ્રીય), (૩) જીવાજીવાભિગમ અથવા જીવાભિગમ, (૪) પણવણા (પ્રજ્ઞાપના), (૫) સૂરપણત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ), (દ) જંબુદ્દીવપષ્ણત્તિ (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ), (૭) ચંદપણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ), (૮) નિરયાવલિયા (નિરયાવલિકા) અથવા કપ્રિયા (કલ્પિકા), (૯) કપ્પવડંસિયા (કલ્પાવતંસિકા), (૧૦) પુષ્ક્રિયા (પુષ્યિકા), (૧૧) પુષ્કચૂલિયા (પુષ્પચૂલિકા) અને (૧૨) વહિદસા (વૃષ્ણિદશા).
પપાતિકનો પ્રારંભ ચમ્પાનગરીના વર્ણનથી કરવામાં આવ્યો છે. ત્યાર પછી પૂર્ણભદ્ર ઉદ્યાન, કૂણિક રાજા, ધારિણી રાણી, મહાવીરસ્વામી વગેરેનાં સાંસ્કૃતિક શૈલી અને સાહિત્યિક ભાષામાં સુરુચિપૂર્ણ વર્ણનો આવે છે. પ્રસંગવશાત્ દંડ, મૃત્યુ, વિધવા, વ્રતી, સાધુ, તાપસ, શ્રમણ, પરિવ્રાજક, આજીવક, નિદ્વવ વગેરેનો પણ યથેષ્ટ પરિચય આપવામાં આવ્યો છે. રાજપ્રશ્રીયના પ્રથમ ભાગમાં સૂર્યાભદેવ અને તેના વિમાનનું વિસ્તૃત વર્ણન છે. આ દેવ ભગવાન મહાવીર આગળ આવીને વિવિધ નાટક - બત્રીસ પ્રકારની નાટ્યવિધિ રજૂ કરે છે. બીજા ભાગમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ કેશી અને શ્રાવસ્તીના રાજા પ્રદેશી વચ્ચે થયેલા જીવવિષયક સરસ સંવાદનું સુબોધ વર્ણન છે. રાજા પ્રદેશી જીવ અને શરીરને અભિન્ન માને છે. શ્રમણ કેશી તેના મતનું નિરસન કરતાં યુક્તિપૂર્વક જીવના સ્વતંત્ર અસ્તિત્વને સિદ્ધ કરે છે. જીવાજીવાભિગમમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના પ્રશ્નોત્તરના રૂપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org