________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૨૭ જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કન્ધમાં જ્ઞાતરૂપ અર્થાત્ ઉદાહરણરૂપ ઓગણીસ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કન્ધમાં ધર્મકથાઓના દસ વર્ગો છે. આ વર્ગોમાં ચમર, બલિ, ચન્દ્ર, સૂર્ય, શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર વગેરેની પટરાણીઓના પૂર્વભવોની કથાઓ છે.
ઉપાસકદશાના દસ અધ્યયનોમાં ભગવાન મહાવીરના દસ મુખ્ય ઉપાસકોની અર્થાત્ શ્રાવકોની કથાઓ છે. “આનન્દ' નામના પ્રથમ અધ્યયનમાં શ્રાવકના બાર વ્રતોનું વિશેષ વિવેચન છે.
અન્નકૃતદશામાં આઠ વર્ગ છે. તેમનામાં ક્રમશઃ દસ, આઠ, તેર, દસ, દસ, સોળ, તેર અને દસ અધ્યયનો છે. અન્તત એટલે સંસારનો અત્ત કરનાર. જેણે પોતાના સંસારનો અર્થાત્ ભવચક્રનો (જન્મ-મરણનો) અન્ત કર્યો છે એવો આત્મા અન્નકૃત કહેવાય છે. અન્તકૃતદશામાં આ પ્રકારના કેટલાક આત્માઓની દશાનું વર્ણન છે.
અનુત્તરૌપપાતિકદશા ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પહેલા વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ અધ્યયનો છે. જે જીવવ્યક્તિ પોતાના તપ અને સંયમના કારણે
નથી. તેને ત્યાં વાસી(ગઈ કાલનું) માર્જરકૃત કુફ્ફટમાં છે. તે લઈ આવ. તેનું મારે પ્રયોજન છે. સિંહ અનગાર રેવતી ગૃહપત્નીના ઘરે ગયા અને મહાવીરની આજ્ઞા મુજબ કુફ્ફટમાંસ લઈ આવ્યા. મહાવીરે તેનું સેવન કર્યું જેથી તેમનો પીડા કરતો રોગ શાંત થયો. આ શતકમાં વર્ણવાયેલા ભગવાન મહાવીરે કરેલા કુફ્ફટમાં સેવન સંબંધી પ્રસ્તુત પ્રસંગ પર વિચાર કરવાની આવશ્યકતા છે. વિવાદનો વિષય કેવળ બેચાર શબ્દોના અર્થ સુધી જ સીમિત નથી. આ આખેઆખું શતક જ વિવાદાસ્પદ છે. ઉપર્યુક્ત કેટલીક વિસંગતિઓ અને વિચિત્રતાઓ ઉપરાંત પણ આ શતકમાં બીજી પણ એવી અનેક ત્રુટિઓ છે જે શતકકારની પ્રામાણિકતામાં સંદેહ ઉત્પન્ન કરે છે. મને તો એવું લાગે છે કે પ્રસ્તુત શતકમાં વર્ણવાયેલો મહાવીર-ગોશાલનો અશોભનીય વાર્તાલાપ કાલ્પનિક છે. તેને કોઈ પણ રીતે સાચો માની લઈએ તો પણ ગોશાલની તેજોવેશ્યાથી મહાવીર જેવા અતિશયસમ્પન્ન પુરુષને અત્યન્ત પીડાકારી પિત્તજ્વરનો દાહ ઉત્પન્ન થવો અને લોહીના ઝાડા થવા એ અજીબ લાગે છે. તેને પણ કોઈપણ રીતે સાચું માની લઈએ તો પણ મહાવીર પોતાના રોગની ચિકિત્સા કરે એ યોગ્ય લાગતું નથી કારણ કે રોગાંતક હો કે ન હો, મહાવીરે ચિકિત્સાની કામના કદી કરી નથી. તેને પણ કોઈ પણ રીતે સત્ય સમજીએ તો પણ ચિકિત્સાપ્રયોગમાં મહાવીર કુકુટમાંસનું સેવન કરે તે તો કદાપિ યુક્તિયુક્ત માની ન શકાય. આ બધા દોષોને જોતાં એ માનવું અનુચિત નહિ ગણાય કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું પ્રસ્તુત શતક પ્રક્ષિપ્ત, કૃત્રિમ અને અપ્રામાણિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org