________________
૨૬
તેવી જ ભાષામાં પ્રત્યુત્તર દેતાં કહ્યું કે તું જ તારી પોતાની તપોજન્મ લેશ્યાથી પરાભૂત થઈને પિત્તજ્વરથી પીડા પામી સાત રાત પછી છદ્મસ્થાવસ્થામાં જ કાળનો કોળિયો થઈ જઈશ. હું તો હજુ સોળ વર્ષ સુધી અને જિન તરીકે વિચરણ કરતો રહેવાનો છું. ગોશાલ અને મહાવીર વચ્ચે થયેલા આ ઝઘડાની ચર્ચા ચારે તરફ થવા લાગી. લોકો કહેતા હતા—શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક ચૈત્યમાં બે જિન પરસ્પર ઝઘડે છે. તે બેમાંથી એક કહે છે કે તું પહેલાં મરીશ અને બીજો કહે છે કે તું પહેલો મરીશ. તે બન્નેની અસંયત અને આક્ષેપપૂર્ણ ભાષાના કારણે તે લોકો સાચા-જૂઠાનો નિશ્ચય કરી શકતા ન હતા.
-
હવે ગોશાલની હતપ્રભતા અને દુર્બલતાનો લાભ લઈને અરિહંત મહાવીરે પોતાના નિગ્રંથ શ્રમણોને બોલાવીને ગોશાલની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું - · જેમ તૃણ, કાષ્ઠ, પત્ર વગેરેનો ઢગલો અગ્નિથી બળી જવાથી હતપ્રભ થઈ જાય છે તેવી જ રીતે ગોશાલ પણ મારા વધ માટે તેજોલેશ્યા છોડીને હતપ્રભ થઈ ગયો છે. હવે તમે લોકો તેની આગળ જઈને તેના મતને પ્રતિકૂળ યથેચ્છ વચનો બોલો, તેને વિવિધ રીતે નિરુત્તર કરો. નિર્પ્રન્થ શ્રમણોએ વિવિધ પ્રકારના પ્રશ્નોત્તરો દ્વારા ગોશાલને નિરુત્તર કરી નાખ્યો. તેથી ગોશાલ અત્યન્ત ક્રોધિત થયો પરંતુ તે નિર્ગન્ધ શ્રમણોનું કંઈ બગાડી શક્યો નહિ.
જૈન ધર્મ-દર્શન
સર્વજ્ઞ જિનેન્દ્ર મહાવીરની સાવઘ ભવિષ્યવાણી અનુસાર સાતમી રાત પૂરી થતાં ગોશાલ મૃત્યુ પામ્યો. મહાવીરને પણ અત્યન્ત પીડા કરતો પિત્તજ્વરનો દાહ ઉત્પન્ન થયો અને લોહીના ઝાડા થવા લાગ્યા. તેમની આવી દશા જોઈને લોકો માંહોમાંહે ચર્ચા કરવા લાગ્યા હવે મહાવીર ગોશાલના કથન મુજબ છ મહિના પછી છદ્મસ્થાવસ્થામાં જ મરી જશે. મહાવીરના શિષ્ય સિંહ અનગારે પણ આ ચર્ચા સાંભળી. તેથી સિંહને બહુ દુઃખ થયું અને તે રડવા લાગ્યા. શતકકારકૃત આ પ્રકારના વર્ણનથી જણાય છે કે મહાવીરની વીતરાગતા, સર્વજ્ઞતા અને અસાધારણતાથી સામાન્ય જનસમૂહ તો અપરિચિત હતો જ, મહાવીરના કેટલાક શિષ્યો પણ મહાવીરના આ વિશિષ્ટ ગુણો અને શક્તિઓથી પરિચિત ન હતા. અથવા તો એમ કહી શકાય કે મહાવીરની આ અસાધારણ વિશેષતાઓમાં લોકોને પૂરો વિશ્વાસ ન હતો. અન્યથા તે લોકો આ જાતનું અવિશ્વાસભર્યું આચરણ કેમ કરે ?
સર્વજ્ઞ મહાવીરે સિંહ અનગારની વેદના જાણી લીધી. તેમણે નિગ્રન્થોને તેમને બોલાવી લાવવા માટે મોકલ્યા. સિંહ અનગાર આવ્યા એટલે મહાવીરે તેમને આશ્વાસન આપતાં કહ્યું હું અત્યારે મરવાનો નથી પરંતુ સોળ વર્ષ સુધી અને જિન તરીકે વિચરણ કરીશ. તેથી તું મેઢિકગ્રામમાં રેવતી ગૃહપત્નીને ત્યાં જા. તેણે મારા માટે બે કપોતશરીર ઉપસ્કૃત કરી તૈયાર રાખ્યા છે પરંતુ મારે તેમનું પ્રયોજન
Jain Education International
―――
For Private & Personal Use Only
www.jainelibrary.org