________________
૨૯
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય જીવ અને અજીવના ભેદપ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં નવ પ્રતિપત્તિઓ (પ્રકરણો) છે. ત્રીજી પ્રતિપત્તિ સૌથી મોટી છે, તેમાં દેવો તથા દ્વીપસમુદ્રોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાપનામાં પ્રજ્ઞાપના, સ્થાન, અલ્પબદુત્વ, સ્થિતિ, વિશેષ, વ્યુત્ક્રાન્તિ આદિછત્રીસ પદોનું પ્રતિપાદન છે. જેમ અંગોમાં ભગવતીસૂત્ર સૌથી વિસ્તૃત છે તેમ જ ઉપાંગોમાં પ્રજ્ઞાપના સૌથી મોટું ઉપાંગ છે. આ ઉપાંગના કર્તા વાચકવંશીય શ્યામાચાર્ય છે, તેઓ વીરનિર્વાણ સંવત ૩૭૬માં વિદ્યમાન હતા. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રોની ગતિ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેમાં વીસ પ્રાકૃત (પ્રકરણ) છે. ઉપલબ્ધ ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનો વિષય બિલકુલ એકસમાન છે. નામો ઉપરથી જણાય છે કે ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્રના પરિભ્રમણનું વર્ણન રહ્યું હશે તથા સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્યના પરિભ્રમણનું. આગળ જઈને બન્ને મળીને એક થઈ ગયા હશે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સાત વક્ષસ્કારોમાં વિભક્ત છે. ત્રીજા વક્ષસ્કારમાં જમ્બુદ્વીપ અન્તર્ગત ભારતવર્ષ અને તેના રાજા (ચક્રવર્તી) ભરતની વિજયયાત્રાનું વર્ણન છે. નિરયાવલિકામાં રાજા શ્રેણિકના કાલ, સુકાલ, મહાકાલ આદિ પુત્રો સાથે સંબંધ ધરાવતા દસ અધ્યયનો છે. આ રાજકુમારો પોતાના સૌથી મોટા ભાઈ કૂણિકના પક્ષે પોતાના નાના (માતાના પિતા) ચેટક સાથે યુદ્ધ કરતાં મરીને નરકે ગયા. કલ્પાવતંસિકામાં શ્રેણિકના પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર વગેરે પૌત્રો સાથે સંબંધ ધરાવતા દસ અધ્યયનો છે. પુષ્મિકામાં ચંદ્ર, સૂર્ય, શુક્ર વગેરે દેવો સંબંધી દસ અધ્યયનો છે. પુષ્પચૂલિકામાં પણ દસ અધ્યયનો છે, તેમનામાં શ્રી, વ્હી, ધૃતિ આદિ દેવીઓનું વર્ણન છે. વૃષ્ણિદશામાં વૃષ્ણિવંશના નિસઢ આદિ રાજકુમારો સંબંધી બાર અધ્યયનો છે. આ રાજકુમારો વાસુદેવ કૃષ્ણ અને ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થયા.
મૂલસૂત્ર ચાર છે– (૧) ઉત્તરાધ્યયન, (૨) આવશ્યક, (૩) દશવૈકાલિક અને (૪) પિડનિર્યુક્તિ અથવા ઓઘનિર્યુક્તિ. આ ગ્રંથોમાં શ્રમણજીવનના મૂળભૂત નિયમોનો ઉપદેશ હોવાના કારણે તેમને મૂલસૂત્ર કહેવામાં આવે છે.
ભાષા, વિષય આદિની દૃષ્ટિએ ઉત્તરાધ્યયનની પ્રાચીનતાની વિસ્તૃત ચર્ચા શાપેન્ટિયર, જેકોબી વગેરેએ કરી છે. આ મૂલસૂત્રમાં છત્રીસ અધ્યયનો છે. તેમનામાં વિનય, પરીષહ, ચતુરંગ, અકામમરણ, પ્રવ્રજયા, બહુશ્રુતપૂજા, ઉત્તમભિક્ષુ, બ્રહ્મચર્યસમાધિ, પ્રવચનમાતા, યજ્ઞ, સામાચારી, મોક્ષમાર્ગ, સમ્યકત્વપરાક્રમ, તપોમાર્ગ, કર્મપ્રકૃતિ, વેશ્યા, અનગાર આદિ વિવિધ વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ગ્રન્થ દષ્ટાન્તો, રૂપકો, ઉપમાઓ અને સંવાદોની દષ્ટિએ વિશેષ મહત્ત્વપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org