________________
જૈન ધર્મ-દર્શન
આવશ્યકમાં શ્રમણનાં નિત્ય કર્તવ્યોનું આવશ્યક અનુષ્ઠાનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં છ અધ્યયનો છે — (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. સામાયિકમાં માવજીવન —જીવનભર બધી જાતના સાવદ્ય યોગોનો—પાપકારી કૃત્યોનો ત્યાગ કરવામાં આવે છે. ચતુર્વિંશતિસ્તવમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવામાં આવે છે. વંદનમાં ગુરુનું નમસ્કારપૂર્વક સ્તવન ક૨વામાં આવે છે. પ્રતિક્રમણમાં વ્રતોમાં લાગેલા અતિચારોની આલોચના કરવામાં આવે છે અને ભવિષ્યમાં તે દોષોની પુનરાવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા ક૨વામાં આવે છે. કાયોત્સર્ગમાં શરીર ઉપરથી મમત્વભાવ દૂર કરી તેને ધ્યાન માટે સ્થિર કરવામાં આવે છે. પ્રત્યાખ્યાનમાં એક નિશ્ચિત સમયાવધિ માટે ચાર પ્રકારના આહારનો - અશન, પાન, ખાદ્ય અને સ્વાઘનો ત્યાગ કરવામાં આવે છે.
30
દશવૈકાલિકના કર્તા આચાર્ય શય્યમ્ભવ છે. આ ગ્રન્થમાં દસ અધ્યયનો છે. અંતે બે ચૂલિકાઓ પણ છે. આ સૂત્ર વિકાલ અર્થાત્ સંધ્યા સમયે વાંચવામાં આવે છે. દ્રુમપુષ્પિત નામના પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભ્રમર પુષ્પોને કષ્ટ યા હાનિ પહોંચાડ્યા વિના તેમનામાંથી રસ ચૂસી પોતાને તૃપ્ત કરે છે તેવી જ રીતે ભિક્ષુ આહાર આદિની ગવેષણામાં કોઈને જરા પણ કષ્ટ યા હાનિ પહોંચાડતો નથી. શ્રામણ્યપૂર્વિકા નામના બીજા અધ્યયનમાં કહ્યું છે કે જે કામભોગોનું નિવારણ નથી કરી શકતો તે સંકલ્પ-વિકલ્પને વશ થઈને ડગલે ને પગલે સ્ખલિત થતો શ્રામાણ્યને પ્રાપ્ત કરી શકતો નથી. જેમ અગન્ધન સર્પ અગ્નિમાં બળીને પ્રાણ ત્યાગ કરવાનું સ્વીકારે છે પણ વમન કરેલા વિષનું પુનઃ પાન નથી કરતો તેવી જ રીતે સાચો શ્રમણ ત્યાગેલા કામભોગોને કોઈ પણ પરિસ્થિતિમાં પુનઃ ગ્રહણ કરતો નથી. ક્ષુલ્લિકાચારકથા નામના ત્રીજા અધ્યયનમાં નિર્પ્રન્થોને ઔદ્દેશિક ભોજન, ક્રીત ભોજન, રાત્રિભોજન, રાજપિંડ આદિનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે તથા કહેવામાં આવ્યું છે કે જેઓ ગ્રીષ્મઋતુમાં આતાપના લે છે, શીતકાળમાં ઠંડી સહન કરે છે તથા વર્ષાઋતુમાં એક સ્થાને રહે છે તેઓ યત્નશીલ ભિક્ષુઓ કહેવાય છે. ચોથું અધ્યયન ષડ્જવનિકાય સંબંધી છે. તેમાં પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય જીવોને મન, વચન અને કાયાથી હાનિ પહોંચાડવાનો નિષેધ કરવામાં આવ્યો છે તથા સર્વ પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહવિરમણ વ્રતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચમું પિંડૈષણા અધ્યયન બે ઉદ્દેશોમાં વિભક્ત છે. તેમનામાં ભિક્ષા સંબંધી વિવિધ વિધિ-વિધાન છે. છઠ્ઠા અધ્યયનનું નામ મહાચારકથા છે. તેમાં ચોથા અધ્યયનોક્ત છ વ્રતો અને છ જીવનિકાયોની રક્ષાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org