________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૩૧ વિશેષ વિચાર કરવામાં આવ્યો છે. સાતમું અધ્યયન વચનશુદ્ધિ સંબંધી છે. સાધુએ સદા નિર્દોષ, અકર્કશ અને અસંદિગ્ધ ભાષા બોલવી જોઈએ. આઠમા અધ્યયનનું નામ આચારપ્રણિધિ છે. તેમાં મન, વચન અને કાયાથી પસૂકાય જીવો પ્રતિ અહિંસક આચરણના વિશે અનેક રીતે વિચાર કરવામાં આવ્યો છે. વિનયસમાધિ નામનું નવમું અધ્યયન ચાર ઉદ્દેશોમાં વિભક્ત છે. તેમાં શ્રમણના વિનયગુણનું વિવિધ દષ્ટિઓથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. સભિક્ષુ નામના દસમા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાતપુત્ર મહાવીરનાં વચનોમાં જેને પૂર્ણ શ્રદ્ધા છે, જે ષકાય જીવોને આત્મવતુ સમજે છે, જે પાંચ મહાવ્રતોની આરાધના કરે છે અને પાંચ આગ્નવોનો વિરોધ કરે છે તે ભિક્ષુ છે, ઇત્યાદિ. રતિવાક્ય નામની પહેલી ચૂલિકામાં ચંચલ મનને સ્થિર કરવાનો ઉપાય દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે લગામથી ચંચળ ઘોડો વશ થઈ જાય છે, અંકુશથી ઉન્મત્ત હાથી વશ થઈ જાય છે તેવી રીતે અઢાર બાબતોનો વિચાર કરવાથી ચંચલચિત્ત સ્થિર થઈ જાય છે. ઇત્યાદિ. વિવિક્તચર્યા નામની બીજી ચૂલિકામાં સાધુનાં કેટલાંક કર્તવ્યાકર્તવ્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પિંડનિર્યુક્તિમાં પિંડ અર્થાતુ ભોજન સંબંધી પર્યાપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. દશવૈકાલિકના પાંચમા અધ્યયન પિડેષણાની નિયુક્તિ વિસ્તૃત થઈ જવાના કારણે તેને પિંડનિર્યુક્તિ નામે એક અલગ ગ્રન્થ માની લેવામાં આવ્યો. તેવી જ રીતે ઓઘનિર્યુક્તિ પણ આવશ્યકનિર્યુક્તિનો જ એક અંશ છે. તેમાં શ્રમણજીવનના સામાન્ય નિયમો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
છેદનો અર્થ છે ન્યૂનતા અથવા કમી, કોઈ સાધુના આચારમાં અમુક પ્રકારનો દોષ લાગતાં તેના શ્રમણપર્યાયમાં (સાધુજીવનના સમયની ગણનામાં) વરિષ્ઠતાની (seniorityની દષ્ટિએ કંઈક કમી કરી દેવામાં આવે છે. આ પ્રકારના પ્રાયશ્ચિત્તને છેદ પ્રાયશ્ચિત્ત કહે છે. સંભવત: આ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવાના કારણે અમુક સૂત્રોને છેદસૂત્રો કહેવામાં આવ્યાં હોય. વર્તમાનમાં ઉપલબ્ધ છેદસૂત્રો કેવળ છેદ પ્રાયશ્ચિત્તનું જ નહિ પરંતુ અન્ય પ્રાયશ્ચિત્તો અને વિષયોનું પણ પ્રતિપાદન કરે છે. નીચે જણાવેલા છ ગ્રન્થો છેદસૂત્ર કહેવાય છે– (૧) દશાશ્રુતસ્કન્ધ, (૨) બૃહત્કલ્પ, (૩) વ્યવહાર, (૪) નિશીથ, (૫) મહાનિશીથ અને (૬) જીવકલ્પ અથવા પંચકલ્પ. છેદસૂત્રોમાં શ્રમણાચાર સંબંધી પ્રત્યેક વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રતિપાદન ઉત્સર્ગ, અપવાદ, દોષ અને પ્રાયશ્ચિત્ત સંબંધી છે. આ પ્રકારનું પ્રતિપાદન અંગ આદિ સૂત્રોમાં મળતું નથી. આ દૃષ્ટિએ છેદસૂત્રો જૈન આચારસાહિત્યમાં વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દશાશ્રુતસ્કન્ધ, બૃહત્કલ્પ અને વ્યવહાર આચાર્ય ભદ્રબાહુ(પ્રથમ)ની કૃતિઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org