________________
આચારશાસ્ત્ર
૩૭૫
અથવા પરિગ્રહત્યાગ, (૧૦) ઉદિષ્ટભક્તત્યાગ અને (૧૧) શ્રમણભૂત. દિગમ્બર પરંપરામાં આ પ્રતિમાઓનાં નામ નીચે જણાવેલા ક્રમમાં મળે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) સચિત્તયાગ, (૬) રાત્રિભુક્તિત્યાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આરંભત્યાગ, (૯) પરિગ્રહત્યાગ, (૧૦) અનુમતિત્યાગ, અને (૧૧) ઉદ્દિષ્ટત્યાગ. ઉદિષ્ટયાગના બે ભેદ થાય છે જેમના માટે ક્રમશઃ ક્ષુલ્લક અને ઐલક શબ્દોનો પ્રયોગ થાય છે. આ શ્રાવકોની ઉત્કૃષ્ટ અવસ્થાઓ છે. શ્વેતામ્બર અને દિગમ્બરને સમ્મત પ્રથમ ચાર નામોમાં કોઈ અન્તર નથી. સચિત્તત્યાગનો ક્રમ દિગમ્બર પરંપરામાં પાંચમો છે જ્યારે શ્વેતામ્બર પરંપરામાં સાતમો છે. દિગમ્બરાભિમત રાત્રિભુક્તિત્યાગ શ્વેતામ્બરભિમત પાંચમી પ્રતિમા નિયમમાં સમાવિષ્ટ છે. બ્રહ્મચર્યનો ક્રમ શ્વેતામ્બર પરંપરામાં છઠ્ઠો છે જ્યારે દિગમ્બર પરંપરામાં તેનો ક્રમ સાતમો છે. દિગમ્બરસમ્મત અનુમતિત્યાગ શ્વેતામ્બરસમ્મત ઉદ્દિષ્ટભક્તત્યાગની અંદર સમાવેશ પામે છે કેમ કે તેમાં શ્રાવક ઉદ્દિષ્ટભક્ત પ્રહણ ન કરવાની સાથે જ કોઈ જાતના આરંભનું સમર્થન પણ નથી કરતો. શ્વેતામ્બરાભિમત શ્રમણભૂતપ્રતિમા જ દિગમ્બરાભિમત ઉદ્દિષ્ટત્યાગપ્રતિમા છે કેમ કે બન્નેમાં શ્રાવકનું આચરણ બરાબર ભિક્ષુના આચરણ જેવું હોય છે. ક્ષુલ્લક અને ઐલક શ્રમણ જેવા જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org