________________
સાપેક્ષવાદ
૨૭૭ તે પુરન્દર છે' એ પ્રકારનો અર્થ વ્યક્ત કરનારો પુરન્દર શબ્દ છે. જયારે આ શબ્દોની વ્યુત્પત્તિ ભિન્ન ભિન્ન છે ત્યારે તેમનો વાચ્ય અર્થ પણ ભિન્ન ભિન્ન જ હોવો જોઈએ. જે ઇન્દ્ર છે તે ઇન્દ્ર છે, જે શક છે તે શક છે અને જે પુરન્દર છે તે પુરન્દર છે. ન તો ઇન્દ્ર શક્ર હોઈ શકે છે, ન તો શક્ર પુરંદર હોઈ શકે છે. આ જ રીતે નૃપતિ, ભૂપતિ, રાજા વગેરે જેટલા પણ પર્યાયવાચી શબ્દો છે તે બધામાં અર્થભેદ છે.
એવંભૂત – સમભિરૂઢનય વ્યુત્પત્તિભેદે અર્થભેદ માનવા સુધી જ સીમિત છે, પરંતુ એવંભૂતનય તો એથી પણ આગળ જાય છે અને કહે છે કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટિત થતો હોય ત્યારે જ તે શબ્દનો તે અર્થ માનવો જોઈએ. જે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ હોય તો જ તે શબ્દનો પ્રયોગ કરવો એ એવંભૂતનય છે. આ લક્ષણને ઇન્દ્ર, શક્ર, પુરન્દર શબ્દો દ્વારા જ સ્પષ્ટ કરવામાં આવે છે. “જે શોભિત હોય છે તે ઇન્દ્ર છે. આ વ્યુત્પત્તિની દષ્ટિએ દેખીએ તો જે સમયે તે ઇન્દ્રાસન પર શોભિત થઈ રહ્યો હોય – શોભી રહ્યો હોય તે સમયે જ, અન્ય સમયે નહિ, તેને ઇન્દ્ર કહેવો જોઈએ. શક્તિનો પ્રયોગ કરતી વખતે કે અન્ય કાર્યો કરતી વખતે તેના માટે ઇન્દ્ર શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય નથી. જે વખતે તે પોતાની શક્તિનું પ્રદર્શન કરતો હોય તે વખતે જ તેને શક્ર કહેવો જોઈએ. તે પહેલાં કે પછી ચક્રનો પ્રયોગ કરવો આ નયની દૃષ્ટિએ બરાબર નથી. પુરનો ધ્વંસ કરતો હોય ત્યારે જ તેને પુરન્દર કહેવો જોઈએ, તેના પહેલાં કે પછી નહિ. આ જ રીતે નૃપતિ, ભૂપતિ, રાજા આદિ શબ્દોના પ્રયોગ અંગે પણ સમજવું જોઈએ. નયોનો પારસ્પરિક સમ્બન્ધ
ઉત્તર ઉત્તર નયનો વિષય પૂર્વ પૂવે નયના વિષયથી ઓછો થતો જાય છે. નૈગમન નો વિષય સૌથી અધિક છે કેમ કે તે સામાન્ય અને વિશેષ – ભેદ અને અભેદ બન્નેનું ગ્રહણ કરે છે. ક્યારેક સામાન્યને પ્રધાનતા આપે છે અને વિશેષને ગૌણરૂપે ગ્રહણ કરે છે તો ક્યારેક વિશેષને મુખ્યપણે ગ્રહણ કરે છે અને સામાન્યને ગૌણપણે ગ્રહણ કરે છે. સંગ્રહનયનો વિષય નૈગમનના વિષય કરતાં ઓછો થઈ જાય છે. તે કેવળ સામાન્યનું યા અભેદનું ગ્રહણ કરે છે. વ્યવહારનો વિષય સંગ્રહના વિષય કરતાં પણ ઓછો છે કેમ કે તે સંગ્રહ દ્વારા ગૃહીત વિષયનું કેટલીક વિશેષતાઓના આધારે પૃથક્કરણ કરે છે. ઋજુસૂત્રનયનો વિષય વ્યવહારનયના વિષય કરતાં પણ ઓછો છે કેમ કે વ્યવહાર સૈકાલિક વિષયની સત્તાને માને છે જ્યારે ઋજુસૂત્રનય વર્તમાન પદાર્થ સુધી જ સીમિત રહે છે, તેથી અહીંથી પર્યાયાર્થિક નયનો પ્રારંભ મનાયો છે. શબ્દનયનો વિષય ઋજુસૂત્રનયના વિષયથી પણ ઓછો છે કેમ કે તે કાલ, કારક, લિંગ, સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org