________________
૨૭૬
જૈન ધર્મ-દર્શન
જેમ કે જિનદત્ત, દેવદત્ત અને મનુષ્ય. દ્વિત્વમાં બહુત્વનો પ્રયોગ થાય છે જેમ કે પુનર્વસુ અને પંચતારકા. બહુત્વમાં એકત્વનો પ્રયોગ થાય છે જેમ કે આમ્ર અને વન. બહુત્વમાં દ્વિત્વનું અભિધાન કરવામાં આવે છે જેમ કે દેવમનુષ્ય અને ઉભયરાશિ. શબ્દનય આ પ્રયોગોમાં ભેદનો વ્યવહાર કરે છે. કાલભેદે અર્થભેદનું ઉદાહરણ છે. કાશીનગરી હતી અને કાશીનગરી છે. આ બન્ને વાક્યોના અર્થોમાં જે ભેદ છે તે શબ્દનયના કારણે છે. કા૨કભેદે અર્થભેદ થઈ જાય છે જેમ કે મોહનને, મોહન-માટે, મોહનથી આદિ શબ્દોના અર્થમાં ભેદ થાય છે. તેવી જ રીતે, ઉપસર્ગના કારણે પણ એક ધાતુના ભિન્ન ભિન્ન અર્થ થઈ જાય છે. સંસ્થાન, પ્રસ્થાન, ઉપસ્થાન આદિના અર્થોમાં જે ભેદ છે તેનું આ જ કારણ છે. ‘સમ્’ ઉપસર્ગ લગાવવાથી સંસ્થાનનો અર્થ આકાર થઈ ગયો, ‘પ્ર’ ઉપસર્ગ લગાવવાથી પ્રસ્થાનનો અર્થ ગમન થઈ ગયો અને ‘ઉપ’ ઉપસર્ગ લગાવવાથી ઉપસ્થાનનો અર્થ ઉપસ્થિતિ થઈ ગયો. આ રીતે વિવિધ સંયોગોના આધારે વિવિધ શબ્દોના અર્થભેદની જે અનેક પરંપરાઓ પ્રચલિત છે તે બધી શબ્દનય અન્તર્ગત આવી જાય છે. શબ્દશાસ્ત્રનો જેટલો પણ વિકાસ થયો છે તેના મૂળમાં આ જ નય રહેલો છે.
―――――
સમભિરૂઢ - · શબ્દનય કાલ, કારક, લિંગ આદિના ભેદે જ અર્થભેદ માને છે. એક લિંગવાળા પર્યાયવાચી શબ્દોનો કોઈ જાતનો ભેદ નથી માનતો. શબ્દભેદના આધારે અર્થભેદ કરનારી બુદ્ધિ જ્યારે થોડી વધુ આગળ વધે છે અને વ્યુત્પત્તિભેદના આધારે પર્યાયવાચી શબ્દોના અર્થમાં ભેદ માનવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે સમભિરૂઢનયની પ્રવૃત્તિ થાય છે. આ નય કહે છે કે કેવળ કાલ આદિના ભેદે અર્થભેદ માનવો પૂરતું નથી પરંતુ વ્યુત્પત્તિમૂલક શબ્દભેદે પણ અર્થભેદ માનવો જોઈએ. પ્રત્યેક શબ્દ પોતપોતાની વ્યુત્પત્તિ અનુસાર ભિન્ન ભિન્ન અર્થનું અભિધાન કરે છે. ઉદાહરણ તરીકે આપણે ઇન્દ્ર, શક્ર અને પુરન્દર આ ત્રણ શબ્દોને લઈએ. શબ્દનયની દૃષ્ટિએ જોતાં આ ત્રણે શબ્દોનો એક જ અર્થ થાય છે. જો કે આ ત્રણે શબ્દો ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિના આધારે બન્યા છે પરંતુ તેમના વાચ્ય અર્થમાં કોઈ ભેદ નથી. તેનું કારણ એ છે કે તેમનું લિંગ એક જ છે. સમભિરૂઢ આ માનવા તૈયાર નથી. તે કહે છે કે જો લિંગભેદ, સંખ્યાભેદ આદિથી અર્થભેદ માની શકાય છે તો શબ્દભેદથી અર્થભેદ માનવામાં શી હાનિ છે ? જો શબ્દભેદે અર્થભેદ ન માનવામાં આવે તો ઇન્દ્ર અને શક્રનો એક જ અર્થ થઈ જાય. ઇન્દ્ર શબ્દની વ્યુત્પત્તિ ‘નાદ્ ફન્દ્ર:' અર્થાત્ ‘જે શોભિત છે તે ઇન્દ્ર છે’ એ પ્રમાણે છે. ‘શના‰ઃ' અર્થાત્ ‘જે શક્તિશાળી છે તે શક્ર છે’ આ શક્રની વ્યુત્પત્તિ છે. ‘પૂર્ણાત્ પુરન્તર: ’ અર્થાત્ ‘જે નગરનો ધ્વંસ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org