________________
સાપેક્ષવાદ
૨૭૫ વસ્તુનું તેને કોઈ પ્રયોજન રહેતું નથી. તેનો અર્થ એ નથી કે તે ભૂત અને ભાવીનો નિષેધ કરે છે. પ્રયોજનના અભાવમાં તેમની તરફ તે ઉપેક્ષાભાવ રાખે છે. તે માને છે કે વસ્તુની પ્રત્યેક અવસ્થા ભિન્ન છે. આ ક્ષણની અવસ્થામાં અને બીજી ક્ષણની અવસ્થામાં ભેદ છે. આ ક્ષણની અવસ્થા આ ક્ષણ સુધી સીમિત છે. બીજી ક્ષણની અવસ્થા બીજી ક્ષણ સુધી સીમિત છે. તેવી જ રીતે એક વસ્તુ અવસ્થા બીજી વસ્તુની અવસ્થાથી ભિન્ન છે. ‘કાગડો કાળો છે' આ વાક્યમાં કાગડા અને કાળાપણાની જે એકતા છે તેની ઉપેક્ષા કરવા માટે ઋજુસૂત્રનય કહે છે કે કાગડો કાગડો છે અને કાળાપણું કાળાપણું છે. કાગડો અને કાળાપણું ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. જો કાળાપણું અને કાગડો એક હોય તો તો ભ્રમર પણ કાગડો બની જાય કેમ કે તે કાળો છે. ઋજુસૂત્ર ક્ષણિકવાદમાં વિશ્વાસ રાખે છે. તેથી તે પ્રત્યેક વસ્તુને અસ્થાયી માને છે. જેમ કાળભેદે વસ્તુભેદની માન્યતા છે તેમ દેશભેદે પણ વસ્તુભેદની માન્યતા છે. ભિન્ન ભિન્ન દેશમાં રહેનારા પદાર્થો ભિન્ન ભિન્ન છે. આમ ઋજુસૂત્રનય પ્રત્યેક વસ્તુમાં ભેદ જ ભેદ દેખે છે. તે ભેદ દ્રવ્યમૂલક નથી પણ પર્યાયમૂલક છે. તેથી આ નય પર્યાયાર્થિક છે. અહીંથી પર્યાયાર્થિક નયનું ક્ષેત્ર આરંભાય છે.
શબ્દ– કાલ, કારક, લિંગ, સંખ્યા આદિના ભેદે શબ્દોનો અર્થભેદ માનવો એ શબ્દનય છે. આ નય અને પછીના બન્ને નયો શબ્દશાસ્ત્ર સાથે સમ્બદ્ધ છે. શબ્દના ભેદે અર્થનો ભેદ કરવો તેમનું કામ છે. શબ્દનય એક જ વસ્તુમાં કાલ, કારક, લિંગ આદિના ભેદે ભેદ માને છે. લિંગના ત્રણ પ્રકાર છે – પુલ્લિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આ ત્રણે લિંગોથી ભિન્ન ભિન્ન અર્થનો બોધ થાય છે. શબ્દનય સ્ત્રીલિંગથી વાચ્ય અર્થનો બોધ પુલ્લિગથી થવો શક્ય માનતો નથી. પુલ્લિગથી વાચ્ય અર્થનો બોધ નપુસંકલિંગથી થવો સંભવિત માનતો નથી. આ જ રીતે અન્ય લિંગોની યોજના પણ કરી લેવી જોઈએ. સ્ત્રીલિંગમાં પુલિંગનું અભિધાન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તારકા સ્ત્રીલિંગ છે અને સ્વાતિ પુલ્લિગ છે. પુલ્લિગ દ્વારા સ્ત્રીલિંગના અભિધાનનું ઉદાહરણ છે અવગમ અને વિદ્યા. સ્ત્રીલિંગમાં નપુંસકલિંગનો પ્રયોગ થાય છે જેમ કે વીણા માટે આતોદ્યનો પ્રયોગ. નપુંસકલિંગમાં સ્ત્રીલિંગનું અભિયાન કરવામાં આવે છે–જેમ કે આયુધ માટે શક્તિનો પ્રયોગ. પુલ્લિગમાં નપુસંકલિંગનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે પટ માટે વસ્ત્રનો પ્રયોગ. નપુંસકલિંગમાં પુલ્લિગનું અભિધાન કરવામાં આવે છે જેમ કે દ્રવ્ય માટે પરશુનો પ્રયોગ. શબ્દનય આ બધામાં ભેદ માને છે. સંખ્યા ત્રણ પ્રકારની છે – એકત્વ, દ્વિત્વ અને બહુત્વ. એકત્વમાં દ્વિત્વનો પ્રયોગ થાય છે જેમ કે નક્ષત્ર અને પુનર્વસુ. એકત્વમાં બહુત્વનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે નક્ષત્ર અને શતભિષફ. દ્વિત્વમાં એકત્વનો પ્રયોગ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org