________________
૨૭૪
જૈન ધર્મ-દર્શન
પર
પરંતુ તે સામાન્યનો વિશેષ કયો છે એને પૃથક્કરણ કરીને જાણવા માટે વ્યવહારનો આશ્રય લેવો પડે છે. બીજા શબ્દોમાં, સંગ્રહગૃહીત સામાન્યના ભેદને યા વિશેષને ગ્રહણ કરવો એ વ્યવહાર નય છે. આ નય ઉપરના બન્ને નયોની જેમ દ્રવ્યનું જ ગ્રહણ કરે છે પરંતુ તેનું ગ્રહણ ભેદપૂર્વક છે, અભેદપૂર્વક નથી. તેથી આ નયનો અન્તર્ભાવ દ્રવ્યાર્થિક નયમાં છે, પર્યાયર્થિક નયમાં નથી. તેની વિધિ આ પ્રમાણે છે સંગ્રહનય સત્તાસામાન્યનું ગ્રહણ કરે છે. તેનું વિભાજન કરતાં વ્યવહારનય કહે છે સત્ શું છે ? જે સત્ છે તે દ્રવ્ય છે કે ગુણ ? જો તે દ્રવ્ય છે તો જીવદ્રવ્ય છે કે અજીવદ્રવ્ય ? કેવળ જીવદ્રવ્ય કહેવાથી પણ કામ ચાલી શકતું નથી ? તે જીવ નારક છે, દેવ છે, મનુષ્ય છે કે તિર્યંચ છે ? આ રીતે વ્યવહારનય ત્યાં સુધી વિભાજન કરતો જાય છે જ્યાં પુનઃ વિભાજનની શક્યતા જ ન હોય. આ નયનું મુખ્ય પ્રયોજન વ્યવહારની સિદ્ધિ છે.૧ કેવળ સામાન્યના બોધથી કે કથનથી આપણો વ્યવહાર ચાલી શકતો નથી. વ્યવહારને માટે હમેશાં ભેદબુદ્ધિનો આશ્રય લેવો પડે છે. આ ભેદબુદ્ધિ પરિસ્થિતિની અનુકૂળતાને દૃષ્ટિમાં રાખીને અન્તિમ ભેદ સુધી આગળ વધી શકે છે જ્યાં પુનઃ ભેદ થઈ શકતો નથી. બીજા શબ્દોમાં, તે અન્તિમ વિશેષનું ગ્રહણ કરી શકે છે. વ્યવહારગૃહીત વિશેષ પર્યાયોના રૂપમાં નથી હોતા પરંતુ દ્રવ્યના ભેદના રૂપમાં હોય છે. તેથી વ્યવહારનો વિષય ભેદાત્મક અને વિશેષાત્મક હોવા છતાં પણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ નથી. આ જ કારણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે નયોમાંથી દ્રવ્યાર્થિક નયમાં વ્યવહા૨ને મૂકવામાં આવે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નયોનો દ્રવ્યાર્થિક નયમાં અન્તર્ભાવ છે. બાકીના ચાર નયો પર્યાયાર્થિક નયના ભેદો છે.
―――
૨
ઋજુસૂત્ર ભેદ અથવા પર્યાયની વિવક્ષાથી જે કથન છે તે ઋજુસૂત્રનયનો વિષય છે. જેવી રીતે સંગ્રહનયનો વિષય સામાન્ય અથવા અભેદ છે તેવી રીતે ઋજુસૂત્રનો વિષય પર્યાય યા ભેદ છે. આ નય ભૂત અને ભવિષ્યત્ત્ની ઉપેક્ષા કરીને કેવળ વર્તમાનનું ગ્રહણ કરે છે. પર્યાયની અવસ્થિતિ વર્તમાન કાળમાં જ હોય છે. ભૂત અને ભવિષ્યત્ કાળમાં દ્રવ્ય રહે છે. મનુષ્ય કેટલીય વાર તાત્કાલિક પરિણામ તરફ ઝૂકીને કેવળ વર્તમાનને જ પોતાની પ્રવૃત્તિનું ક્ષેત્ર બનાવે છે. આવી પરિસ્થિતિમાં તેની બુદ્ધિમાં એવો પ્રતિભાસ થાય છે કે જે વર્તમાન છે તે જ સત્ય છે. ભૂત અને ભાવી
१. व्यवहारानुकूल्यात् तु प्रमाणानां प्रमाणता ।
નાન્યથા વાધ્યમાનાનાં જ્ઞાનાનાં તત્ત્વસંશતઃ ।। લઘીયસ્રય, ૩.૬.૭૦. ૨. ભેટું પ્રાધાન્યતોઽન્વિન્દ્વન્ ૠણુસૂત્રનયો મતઃ । લઘીયસ્ત્રય, ૩.૬.૭૧.
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org