________________
18
સાપેક્ષવાદ
૨૭૩
-
'રે
છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક પદાર્થ સામાન્યવિશેષાત્મક છે, ભેદાભેદાત્મક છે. આ બે ધર્મોમાંથી સામાન્ય ધર્મને ગ્રહણ કરવો અને વિશેષ ધર્મ પ્રતિ ઉપેક્ષાભાવ રાખવો એ સંગ્રહનય છે. આ નયના વળી બે પ્રકાર છે પર અને અપર. પર સંગ્રહમાં સકલ પદાર્થોનું એકત્વ અભિપ્રેત છે. જીવ-અજીવ આદિ જેટલા પણ ભેદ છે, બધાનો સત્તામાં સમાવેશ થઈ જાય છે. કોઈ પણ પદાર્થ એવો નથી જે સત્ ન હોય. બીજા શબ્દોમાં, જીવ, અજીવ, વગેરે સત્તાસામાન્યના ભેદો છે. એક જ સત્તા જુદાં જુદાં રૂપોમાં દૃષ્ટિગોચર થાય છે. જેમ નીલ વગેરે આકારોવાળાં બધાં જ જ્ઞાનો જ્ઞાનસામાન્યના ભેદો છે તેમ જીવ, અજીવ વગેરે જેટલા પણ પદાર્થો છે તે બધા સત્તાસામાન્યના ભેદો છે અર્થાત્ તે બધા સત્ છે. પ૨ સંગ્રહ કહે છે કે ‘બધી જ વસ્તુઓ એક છે કેમ કે તે બધી સત્ છે. સત્તાસામાન્યની દૃષ્ટિએ બધાંનો એકત્વમાં અન્તર્ભાવ થઈ જાય છે. અ૫૨ સંગ્રહનય દ્રવ્યત્વ વગેરે અપર સામાન્યોનું ગ્રહણ કરે છે. સત્તાસામાન્ય જે પર સામાન્ય યા મહાસામાન્ય છે તેના સામાન્યરૂપ અવાન્તર ભેદોનું ગ્રહણ કરવું એ અપર સંગ્રહનયનું કાર્ય છે. સામાન્યના બે પ્રકા૨ છે પર અને અપર. પર સામાન્ય સત્તાસામાન્યને કહે છે જે પ્રત્યેક પદાર્થમાં રહે છે. અપર સામાન્યો અનેક છે અને તે પોતપોતાની વ્યક્તિઓમાં રહે છે. દ્રવ્યત્વ દ્રવ્યોમાં, ગુણત્વ ગુણોમાં, ગોત્વ ગાયોમાં, જીવત્વ જીવોમાં, ઘટત્વ ઘટોમાં ઇત્યાદિ. દ્રવ્યમાં રહેનારી સત્તા પ૨ સામાન્ય છે અને દ્રવ્યનું જે દ્રવ્યત્વસામાન્ય છે તે અપર સામાન્ય છે. તેવી જ રીતે ગુણમાં જે સત્તા છે તે ૫૨ સામાન્ય છે અને જે ગુણત્વ છે તે અપર સામાન્ય છે. દ્રવ્યના પણ અનેક ભેદો છે. ઉદાહરણ તરીકે જીવદ્રવ્ય એ દ્રવ્યનો એક ભેદ છે. જીવમાં જીવત્વસામાન્ય અપર સામાન્ય છે. આમ જેટલા પણ અપર સામાન્યો છે તેમનું ગ્રહણ કરનારો નય અપર સંગ્રહનય છે. પર સંગ્રહનય અને અપર સંગ્રહનય બન્ને મળીને જેટલા પણ પ્રકારના સામાન્યો યા અભેદો છે તે બધાંનું ગ્રહણ કરે છે. સંગ્રહનય સામાન્યગ્રાહી દષ્ટિ છે.
વ્યવહારનય
-
· સંગ્રહનય દ્વારા ગૃહીત અર્થનું વિધિપૂર્વક અવહરણ કરવું વ્યવહારનય છે. જે અર્થને સંગ્રહનય ગ્રહણ કરે છે તે અર્થનો વિશેષપણે બોધ કરાવવો હોય ત્યારે તેનું પૃથક્કરણ કરવું પડે છે. સંગ્રહ તો સામાન્યમાત્રનું ગ્રહણ કરી લે છે
१. जीवाजीवप्रभेदा यदन्तर्लीनास्तदस्ति सत् ।
જ યથા સ્વનિર્ભ્રાપ્તિ જ્ઞાનં નીવ: સ્વપર્યયૈઃ ।। લઘીયસ્ત્રય, ૨.૫.૩૧.
૨. सर्वमेकं सदविशेषात् ।
અતો વિધિપૂર્વમવહરાં વ્યવહાર: । તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૩૩.૬.
3.
Jain Education International
----
For Private & Personal Use Only
www.jainelibrary.org