SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જૈન ધર્મ-દર્શન કઈ રીતે વાક્યોની સંગતિ કરવી જોઈએ? વધુમાં વધુ કેટલા વાક્યરૂપ અવયવો હોવા જોઈએ? ઓછામાં ઓછા કેટલા અવયવોનો પ્રયોગ કરવો જોઈએ? વગેરે વાતોનો વિચાર અવયવચર્ચામાં કરવામાં આવે છે. આચાર્ય ભદ્રબાહુએ દશવૈકાલિકનિર્યુક્તિમાં અવયવોની ચર્ચા કરી છે. તેમણે બેથી લઈને દસ અવયવો સુધીના પ્રયોગનું સમર્થન કર્યું છે. દસ અવયવોને પણ તેમણે બે પ્રકારે ગણાવ્યા છે. બે અવયવોની ગણનામાં ઉદાહરણનું નામ છે પણ હેતુનું નથી. ભદ્રબાહુએ કેટલા અવયવો સ્વીકાર્યા છે અને તે કયા કયા છે તેની ગણના નીચે મુજબ છે – બે – પ્રતિજ્ઞા, ઉદાહરણ. ત્રણ – પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ. પાંચ–પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાન્ત, ઉપસંહાર, નિગમન. (૧) દસ – પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દૃષ્ટાન્ત, દૃષ્ટાન્ત વિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિશુદ્ધિ, નિગમન, નિગમન વિશુદ્ધિ. (૨) દસ– પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દૃષ્ટાન્ત, આશંકા, ત—તિષેધ, નિગમન. બે, ત્રણ અને પાંચ અવયવોનાં નામો તે જ છે જેમનો અન્ય દાર્શનિકોએ ઉલ્લેખ કર્યો છે. દસ અવયવોનાં નામોનું નિર્માણ ભદ્રબાહુએ સ્વતંત્રપણે કરેલું છે. ઉપમાન– ઉપમાનના બે પ્રકાર છે – સાધર્મોપનીત અને વૈધર્મોપનીત. સાધર્મોપનીતના ત્રણ ભેદ છે – કિંચિત્યાધર્મોપનત, પ્રાય:સાધર્મોપનીત અને સર્વસાધર્મોપનીત. કિંચિત્માધર્મોપનીત – જેવો મન્દર છે તેવો સર્ષપ છે, જેવો સર્ષપ છે તેવો મન્દર છે. જેવો સમુદ્ર છે તેવું ગોષ્પદ છે, જેવું ગોષ્પદ છે તેવો સમુદ્ર છે. જેવો આદિત્ય છે તેવો આગિયો છે, જેવો આગિયો છે તેવો આદિત્ય છે.જેવો ચન્દ્ર છે તેવું કુમુદ છે, જેવું કુમુદ છે તેવો ચન્દ્ર છે. આ ઉદાહરણો કિંચિત્યાધર્મોપનીત ઉપમાનનાં છે. ૧. #સ્થ પંવાવયવયં સહી વા સવા છ પડત્યંતિ | – દશવૈકાલિકનિયુક્તિ, ૫૦. ૨. એજન, ૯૨. ૩. પ્રતિજ્ઞાતૂરોપનનામના વયવાદ | ન્યાયસૂત્ર, ૧.૧.૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy