________________
જ્ઞાનમીમાંસા
૨૦૩
અવયવીથી અવયવનું અને આશ્રયથી આશ્રિતનું અનુમાન પણ કરી શકાય. સૂત્રકારે કયા સિદ્ધાન્તના આધારે પાંચ ભેદ કર્યા એ કહી શકાતું નથી.
દષ્ટસાધર્યવતુ – આના બે ભેદ છે : સામાન્ય અને વિશેષદષ્ટ. કોઈ એક વસ્તુના દર્શનથી સજાતીય બધી વસ્તુઓનું જ્ઞાન કરવું અથવા જાતિના જ્ઞાનથી તે જાતિના વિશેષ પદાર્થનું જ્ઞાન કરવું એ સામાન્યદષ્ટ અનુમાન છે. એક પુરુષને દેખીને પુરુષજાતીય બધી વ્યક્તિઓનું જ્ઞાન કરવું અથવા પુરુષજાતિના જ્ઞાન ઉપરથી પુરુષવિશેષનું જ્ઞાન કરવું એ સામાન્યદષ્ટ અનુમાનનાં દરાન્તો છે.
અનેક વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને અલગ કરીને તેનું જ્ઞાન કરવું એ વિશેષદષ્ટ અનુમાન છે. અનેક પુરુષોમાં ઊભેલા વિશેષ પુરુષને ઓળખી લેવો કે “આ જ તે પુરુષ છે જેને મેં અમુક સ્થળે જોયો હતો’ એ વિશેષદૃષ્ટ દષ્ટસાધર્યુવતુ અનુમાનનું દષ્ટાન્ત છે.
સામાન્યદષ્ટ ઉપમાનના જેવું લાગે છે અને વિશેષદષ્ટ પ્રત્યભિજ્ઞાનથી જુદું જણાતું નથી.
કાલની દૃષ્ટિએ પણ અનુમાનના ત્રણ ભેદો થાય છે. અનુયોગદ્વારમાં આ ત્રણે ભેદોનું વર્ણન છે. તેનો પરિચય નીચે આપ્યો છે.'
(૧) અતીતકાલગ્રહણ – તૃણયુક્તવન, નિષ્પન્નશસ્યવાળી પૃથ્વી, જળથી ભરેલાં કુંડ, સરોવર, નદી, તળાવ આદિ જોઈને એ અનુમાન કરવું કે સારી વર્ષા થઈ છે – આ અતીતકાલગ્રહણ છે.
(૨) પ્રત્યુત્પન્નકાલગ્રહણ – ભિક્ષાચર્યા વખતે પ્રચુર માત્રામાં ભિક્ષા મળતી દેખીને અનુમાન કરવું કે સુભિક્ષ (સુકાળ) છે – આ પ્રત્યુત્પન્નકાલગ્રહણ છે.
(૩) અનાગતકાલગ્રહણ –મેઘોની નિર્મળતા, કાળા કાળા પર્વતો, વિદ્યુતયુક્ત વાદળો, મેઘગર્જના, વાતોભ્રમ, લાલ અને સ્નિગ્ધ સંધ્યા વગેરે જોઈને અનુમાન કરવું કે ખૂબ વરસાદ થશે – આ અનાગતકાલગ્રહણ છે.
આ ત્રણ લક્ષણોની વિપરીત પ્રતીતિથી વિપરીત અનુમાન કરી શકાય છે. સૂકાં વનોને જોઈને અનાવૃષ્ટિનું, ભિક્ષાની પ્રાપ્તિ ન હોતાં દુકાળનું અને ખાલી વાદળો જોઈ વરસાદ ન પડવાનું અનુમાન કરવું એ વિપરીત પ્રતીતિનાં ઉદાહરણો છે.
અનુમાનના અવયવો – મૂળ આગમોમાં અવયવોની ચર્ચા નથી. અવયવોનો અર્થ થાય છે બીજાને સમજાવવા માટે જે અનુમાનનો પ્રયોગ કરવામાં આવે છે તેના ભાગો (વાક્યરૂપ ભાગો). કઈ રીતે અનુમાનનો પ્રયોગ કરવો જોઈએ? તેના માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org