________________
જ્ઞાનમીમાંસા
૨૦૫
મન્દર અને સર્જપનું થોડુંક સાધર્મ્સ છે. એ જ પ્રમાણે આદિત્ય અને આગિયો વગેરેની
બાબતમાં સમજવું જોઈએ.
પ્રાયઃસાધર્મોપનીત જેવી ગાય છે તેવો ગવય છે, જેવો ગવય છે તેવી ગાય છે. અહીં ગાય અને ગવય વચ્ચે ઘણું સાધર્મ છે. આ પ્રાયઃસાધર્મોપનીત ઉપમાનનું ઉદાહરણ છે.
―――
સર્વસાધર્મોપનીત · જ્યારે કોઈ વ્યક્તિની ઉપમા તે જ વ્યક્તિને આપવામાં આવે છે ત્યારે સર્વસાધર્મોપનીત ઉપમાન થાય છે. અરિહંત અરિહંત જેવા જ છે, ચક્રવર્તી ચક્રવર્તી જેવા જ છે, (રામ-રાવણનું યુદ્ધ રામ-રાવણના યુદ્ધ જેવું જ છે) ઇત્યાદિ પ્રયોગો સર્વસાધર્મોપનીત ઉપમાનનાં ઉદાહરણો છે. વસ્તુતઃ આ કોઈ ઉપમાન નથી. તેને તો ઉપમાનનો નિષેધ કહી શકીએ. ઉપમા અન્ય વસ્તુની અન્ય વસ્તુને આપવામાં આવે છે.
—
―
વૈધર્મોપનીતના પણ ત્રણ ભેદ છે - કિંચિâધર્મોપનીત, પ્રાયોવૈધર્મોપનીત
અને સર્વવૈધર્મોપનીત.
કિંચિદ્વૈધર્મોપનીત આનું ઉદાહરણ આ આપવામાં આવ્યું છે શાબલેય છે તેવો બાહુલેય નથી, જેવો બાહુલેય છે તેવો શાબલેય નથી.
-
―
-
પ્રાયોવૈધોપનીત - જેવો વાયસ છે તેવો પાયસ નથી, જેવો પાયસ છે તેવો વાયસ નથી. આ પ્રાયોવૈધર્મોપનીત ઉપમાનનું ઉદાહરણ છે.
Jain Education International
જેવો
સર્વવૈધર્મોપનીત ——— આનું ઉદાહરણ આ આપ્યું છે - નીચે નીચ જેવું કર્યું, દાસે દાસ જેવું જ કર્યું. આ ઉદાહરણ બરાબર નથી. તેમાં તો સર્વસાધર્મોપનીતનો જ આભાસ મળે છે. કોઈ એવું ઉદાહરણ દેવું જોઈએ જેમાં બે તદ્દન વિરોધી વસ્તુઓ હોય. નીચ અને સજ્જન, દાસ અને સ્વામી આદિ ઉદાહરણો આપી શકાય.
આગમ
આગમના બે ભેદ કરવામાં આવ્યા છે લૌકિક અને લોકોત્તર. લૌકિક આગમમાં જૈનેતર શાસ્ત્રોનો સમાવેશ થાય છે, જેમ કે રામાયણ, મહાભારત, વેદ વગેરે. લોકોત્તર આગમમાં જૈન શાસ્ત્રો આવે છે.
આગમના ભેદ બીજી રીતે પણ કરવામાં આવેલા મળે છે. તે ભેદો ત્રણ છે આત્માગમ, અનન્તરાગમ અને પરંપરાગમ. તીર્થંકર અર્થનો ઉપદેશ આપે છે અને ગણધર તેના આધારે સૂત્ર રચે છે. અર્થરૂપ આગમ તીર્થંકર માટે આત્માગમ છે અને સૂત્રરૂપ આગમ ગણધરો માટે આત્માગમ છે. અર્થરૂપ આગમ ગણધરો માટે અનન્તરાગમ છે કેમ કે તીર્થંકર ગણધરોને સાક્ષાત્ લક્ષ્ય કરીને અર્થનો ઉપદેશ આપે
For Private & Personal Use Only
www.jainelibrary.org