________________
૧૩૦
(૬) સૂક્ષ્મસૂક્ષ્મ
જૈન ધર્મ-દર્શન - અન્તિમ નિરંશ પુદ્ગલપરમાણુ સૂક્ષ્મસૂક્ષ્મની કોટિમાં આવે
છે.
જે પુદ્ગલસ્કન્ધ અચાક્ષુષ છે તે ભેદ અને સંઘાતથી ચાક્ષુષ બને છે. જ્યારે કોઈ સ્કન્ધમાં સૂક્ષ્મત્વ ચાલ્યુ જઈ સ્થૂલત્વ ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક નવા પરમાણુઓ તે સ્કન્ધમાં અવશ્ય મળી જાય છે. એટલું જ નહિ પણ કેટલાક પરમાણુઓ તે સ્કન્ધથી છૂટા પડી જાય છે. આ મળવું અને છૂટા પડવું એ જ સંઘાત અને ભેદ છે. તેથી કહેવામાં આવ્યું છે કે સ્કન્ધને અચાક્ષુષમાંથી ચાક્ષુષ બનવા માટે ભેદ અને સંઘાત બન્ને જરૂરી છે. પુદ્ગલનાં કાર્ય
સ્થૂલસ્થૂલ, સ્થૂલ, સ્થૂલસૂક્ષ્મ વગેરે ભેદોનો સામાન્ય પરિચય આપી દીધો છે. અહીં પુદ્ગલનાં કેટલાંક વિશિષ્ટ કાર્યોનો પરિચય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તે કાર્યો છે —— શબ્દ, બન્ધ, સૌમ્ય, સ્થૌલ્ય,સંસ્થાન, ભેદ, તમસ્, છાયા, આતપ અને ઉદ્યોત.૧
-
શબ્દ
વૈશેષિક આદિ ભારતીય દર્શનો શબ્દને આકાશનો ગુણ માને છે. સાંખ્ય શબ્દતન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ માને છે. જૈન દર્શન આ બન્ને માન્યતાઓને મિથ્યા સાબિત કરે છે. આકાશ પૌદ્ગલિક નથી, તેથી જે પૌદ્ગલિક છે અને ઇન્દ્રિયગ્રાહ્ય છે તે શબ્દ આકાશનો ગુણ કેવી રીતે હોઈ શકે યા આકાશમાંથી કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? શબ્દતન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ થઈ શકે નહિ કેમ કે શબ્દ પૌદ્ગલિક હોવાથી શબ્દતન્માત્રા પણ પૌદ્ગલિક જ હોવી જોઈએ અને જો શબ્દતન્માત્રા પૌદ્ગલિક હોય તો તેમાંથી ઉત્પન્ન થનારું આકાશ પણ પૌદ્ગલિક હોવું જોઈએ, પરંતુ આકાશ પૌદ્ગલિક નથી, તેથી શબ્દતન્માત્રામાંથી આકાશ ઉત્પન્ન થઈ શકે નહિ. જ્યારે એક પૌદ્ગલિક અવયવીનો બીજા પૌદ્ગલિક અવયવી સાથે સંઘર્ષ થાય છે ત્યારે શબ્દ ઉત્પન્ન થાય છે. એકલો સ્કન્ધ (અવયવી) શબ્દ ઉત્પન્ન નથી કરી શકતો તો એકલો પરમાણુ શબ્દ કેવી રીતે પેદા કરી શકે ? પરમાણુનું રૂપ અત્યન્ત સૂક્ષ્મ છે. તે પૃથ્વી, અર્, તેજ અને વાયુનું કારણ છે અને અશબ્દાત્મક છે. શબ્દનું કારણ તો સ્કન્ધોનું પરસ્પર ટકરાવું છે. તેથી શબ્દ પુદ્ગલનું કાર્ય છે.
ર
૧.શવધૌમ્યસ્થીત્યસંસ્થાનમેતમાયાતોદ્યોતવન્તશ્ચ। તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૪
૨. પંચાસ્તિકાયસાર, ૮૫-૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org