________________
૧૨૯
તત્ત્વવિચાર (૭) જઘન્યતર + યધિક જઘન્યતર (૮) જઘન્યતર + વ્યધિકાદિ જઘન્યતર નથી
નથી બન્ધ થતાં કયા પરમાણુઓ યા પરમાણુઓમાં પરિણત થાય છે? સદેશ અને વિસદશ પરમાણુઓમાંથી કોણ કોને પોતાનામાં પરિણત કરે છે? સરખી માત્રાવાળી સ્નિગ્ધતા યા રૂક્ષતા ધરાવતા સદશ પરમાણુઓનો તો બંધ થતો જ નથી. વિસદશ બન્ધવખતે ક્યારેક એક સરખી માત્રાની સ્નિગ્ધતા ધરાવતો અણુ બીજા સરખી માત્રાની રૂક્ષતા ધરાવતા અણુને પોતાનામાં પરિણત કરે છે, ક્યારેક એક સરખી માત્રાની રૂક્ષતા ધરાવતો અણુ બીજા સરખી માત્રાની સ્નિગ્ધતા ધરાવતા અણુને પોતાનામાં પરિણત કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર આદિનો જેવો સંયોગ હોય છે તેવું થઈ જાય છે. આ જાતનો બંધ એ પ્રકારનો મધ્યમ બન્યું છે. અધિક માત્રા અને હીન માત્રાના બંધ વખતે અધિક માત્રાવાળો પરમાણુ હીન માત્રાવાળા પરમાણુને પોતાના રૂપમાં પરિણત કરી દે છે.' જે પરંપરામાં સરખી માત્રાવાળા પરમાણુઓનો પારસ્પરિક બન્ધ કદી થતો નથી ત્યાં અધિક માત્રાવાળો પરમાણુ હીન માત્રાવાળા પરમાણુને પોતાના રૂપમાં પરિણત કરી દે છે.
પુદ્ગલ દ્રવ્યના અણુ અને સ્કન્ધ એ બે મુખ્ય ભેદ છે. આ બે ભેદોના આધારે બનતા છ ભેદોનું પણ વર્ણન મળે છે. આ છ ભેદ નીચે મુજબ છે –
(૧) સ્થૂલસ્થૂલ માટી, પથ્થર, લાકડું વગેરે નક્કર ઘન પદાર્થ આ વર્ગમાં આવે છે.
(૨) સ્થૂલ – દૂધ, દહીં, માખણ, પાણી, તેલ આદિ દ્રવ પદાર્થ આ સ્કૂલ વિભાગમાં પડે છે.
(૩) સ્થૂલસૂક્ષ્મ–પ્રકાશ, વીજળી, ઉષ્ણતા આદિ અભિવ્યક્તિઓ સ્થૂલસૂક્ષ્મની કોટિમાં આવે છે.
(૪) સૂક્ષ્મણૂલ – વાયુ, બાષ્પ વગેરે આ સ્થૂલસૂક્ષ્મના વર્ગમાં આવે છે.
(૫) સૂક્ષ્મ-મનોવર્ગણા આદિ અચાક્ષુષ (જે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે) સ્કન્ય સૂક્ષ્મ છે.
૧. વલ્વે સTધી પરિણામ તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૬
૨. વધેડધિૌ પરિણામ એજન, ૫.૩૭. . ૩. નિયમસાર, ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org