________________
તત્ત્વવિચાર
૧૩૧
શબ્દ બે પ્રકારના છે ભાષાત્મક અને તદ્વિપરીત અભાષાત્મક. ભાષાત્મક શબ્દના વળી બે ભેદ છે — અક્ષરીકૃત અને અનક્ષીકૃત. અક્ષરીકૃત મનુષ્ય આદિની સ્પષ્ટ ભાષા છે અને અનક્ષરીકૃત પ્રાણીઓની અસ્પષ્ટ ભાષા છે. ભાષાત્મક શબ્દ પ્રાયોગિક જ છે, અર્થાત્ આત્મપ્રયત્નજન્ય જછે. અભાષાત્મક શબ્દના બે ભેદ છે – પ્રાયોગિક અને વૈગ્નસિક, વૈજ્ઞસિક શબ્દ કોઈ જાતના આત્મપ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે. વાદળોનો ગડગડાટ વગેરે વૈસસિક છે. પ્રાયોગિક શબ્દના ચાર પ્રકાર છે તત, વિતત, ઘન અને સૌષિર. ચામડાથી બનેલાં વાઘ મૃદંગ, પટહ, ઢોલ આદિથી ઉત્પન્ન થતો શબ્દ તત કહેવાય છે. તારવાળાં વાઘ (તંતુવાદ્ય) વીણા, સારંગી, તંબૂરો વગેરેથી ઉત્પન્ન થતો શબ્દ વિતત કહેવાય છે. ઘંટ, તાલ આદિથી ઉત્પન્ન થતો શબ્દ ઘન કહેવાય છે. ફૂંક મારી વગાડવામાં આવતાં વાઘ શંખ, વાંસળી વગેરેથી ઉત્પન્ન થતો શબ્દ સૌષિ૨ કહેવાય છે.૧
બન્ય
✔―di
વૈગ્નસિક અને પ્રાયોગિક ભેદથી બંધ પણ બે પ્રકારનો છે. વૈગ્નસિક બન્ધના પુનઃ બે ભેદ છે - આદિમાન્ અને અનાદિ. સ્નિગ્ધ અને રૂક્ષ ગુણોથી નિર્મિત વિદ્યુત, ઉલ્કા, જલધર, અગ્નિ, મેઘધનુષ આદિ વિષયક બન્ધ આદિમાનૢ છે. ધર્મ, અધર્મ અને આકાશનો જે બન્ધ છે તે અનાદિ છે. પ્રાયોગિક બન્ધના પણ બે ભેદ છે અજીવવિષયક અને જીવાજીવવિષયક, જતુકાષ્ઠાદિનો બન્ધ અજીવિષયક છે. જીવાજીવવિષયક બન્ધ કર્મ અને નોકર્મના ભેદથી બે પ્રકારનો છે. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનો બન્ધ કર્મબન્ધ છે. ઔદારિકાદિવિષયક બન્ધ નોકર્મબન્ધ છે.
સૌક્ષ્ય
સૌક્ષ્યના બે પ્રકાર છે અન્ત્ય અને આપેક્ષિક. પરમાણુની સૂક્ષ્મતા અન્ય છે કેમ કે તેનાથી અધિક સૂક્ષ્મતા હોઈ શકતી નથી. અન્ય પદાર્થોની સૂક્ષ્મતા આપેક્ષિક છે, જેમ કે કેળાથી આમળું નાનું (સૂક્ષ્મ) છે, આમળાથી બોર નાનું (સૂક્ષ્મ) છે, ઇત્યાદિ.
સ્થૌલ્ય
સ્થૌલ્ય પણ અન્ત્ય અને આપેક્ષિક ભેદથી બે પ્રકારનું છે.૪ જગતવ્યાપી મહાસ્કન્ધનું
૧. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૨૪. ૨-૬.
૨. એજન, ૫.૨૪.૧૦-૧૩.
૩. એજન, ૫.૨૪,૧૪.
૪. એજન, ૫.૨૪.૧૫
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org