SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય (ગુજરાતી આવૃત્તિ) જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના ભાગ-૧,૨,૪ અને ૬ નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે. જૈન સાહિત્યના ઇતિહાસની સાથે સાથે જ આ શ્રેણીમાં પં. સુખલાલજી સંપાદિત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યવિરચિત પ્રમાણમીમાંસા તથા ડૉ. મોહન લાલ મેહતા લિખિત હિન્દી જૈન ધર્મ-દર્શનનો અનુવાદ આપવાનું પ્રકાશકોએ વિચાર્યું હતુ. તે અનુસાર આ ગ્રંથમાં ડૉ. મોહન લાલ મેહતા વિરચિત જૈન ધર્મદર્શનનો ગુજરાતી અનુવાદ આપવામાં આવેલ છે. આ અનુવાદ ડૉ. નગીન શાહે કરેલ છે. આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત બૃહદ્ ઇતિહાસ તથા અન્ય ગ્રંથો ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન સાહિત્યનો સર્વાંગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે. આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથોનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૧૫-૬-૨૦૦૬ Jain Education International નગીન શાહ રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy