SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય (ગુજરાતી આવૃત્તિ) શાસનસમ્રા શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત જૈન ધર્મદર્શન ગ્રંથ વાચકોના ચરણકમલમાં અર્પણ કરતાં અને આનંદ અનુભવીએ છીએ. ભાગ ૧, ૨, ૪ અને ૬ તથા પ્રમાણમીમાંસા ગ્રંથો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. - જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિદ્વધર્મ પૂજ્ય સૂરિભગવંતો, પૂજ્ય પદસ્થો, પૂજય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગારજ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રંથો તથા પ્રસ્તુત જૈન ધર્મ-દર્શન વિશે આપનો અભિપ્રાય તથા સલાહ-સૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો. આ પ્રસંગે અમે પરમ પૂજય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતી આવૃત્તિના માનસંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડો. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધરવા માટે આભાર માનીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડો. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. જૈન ધર્મ-દર્શનના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જે. મૂ. પૂ. ધાર્મિક ટ્રસ્ટ, બોરીજ, ગાંધીનગર નો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કોંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૧-૭-૨૦૦૬ અમદાવાદ –અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy