________________
૨૫૨
૧૨-૧૪. ચતુદેશી સ્કન્ધ સમાન ભંગો છે.
૧૫.બે કે ત્રણ દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બે કે ત્રણ દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે કે ત્રણ) આત્માઓ નથી અને (બે કે ત્રણ) અવક્તવ્ય છે. ૧૬.ચતુષ્પદેશી સ્કન્ધ સમાન આ ભંગ છે.
જૈન ધર્મ-દર્શન
૧૭.એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને અનેક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી પંચપ્રદેશી સ્કન્ધ આત્મા છે, નથી અને (અનેક) અવક્તવ્ય છે.
૧૮.એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, અનેક દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી પંચપ્રદેશી સ્કન્ધ આત્મા છે, (અનેક) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. ૧૯.એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, બે દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી પંચપ્રદેશી સ્કન્ધ આત્મા છે, (બે) આત્માઓ નથી અને (બે) અવક્તવ્ય છે.
૨૦.અનેક દેશ આદિષ્ટ છે સદ્ભાવપર્યાયોથી, એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ છે, આત્મા નથી અને અવક્તવ્ય છે.
૨૧.બે દેશ આદિષ્ટ છે સદ્ભાવપર્યાયોથી, એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, આત્મા નથી અને (બે) અવક્તવ્ય છે. ૨૨.બે દેશ આદિષ્ટ છે સદ્ભાવપર્યાયોથી, બે દેશ આદિષ્ટ છે, અસદ્ભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, (બે) આત્માઓ નથી અને અવક્તવ્ય છે.
આ જ રીતે ષટ્કદેશી સ્કન્ધ અંગે ૨૩ ભંગો કરવામાં આવ્યા છે. ૨૨ નો પૂર્વવત્ નિર્દેશ કરવામાં આવ્યો છે તથા ૨૩મો ભંગ નીચે મુજબ છે—
બે દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, બે દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ષટ્કદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, (બે) આત્માઓ નથી અને (બે) અવક્તવ્ય છે.
૧. ભગવતીસૂત્ર, ૧૨.૧૦.૪૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org