________________
સાપેક્ષવાદ
ઉપર જણાવેલા ભંગો જોવાથી આપણે એ નિર્ણયે પહોંચીએ છીએ કે સ્યાદ્વાદમાંથી ફલિત થતી સમભંગી ઉત્તરકાલીન આચાર્યોની સૂઝ નથી, તે આગમોમાં મળે છે અને તે પણ પોતાના પ્રભેદોની સાથે. ૨૩ ભંગો સુધીનો વિકાસ ભગવતીસૂત્રના ઉપર્યુક્ત સૂત્રમાં મળે છે. આ તો એક દિગ્દર્શન માત્ર છે. ભિન્ન ભિન્ન પ્રકારના વિકલ્પોના આધારે અનેક ભંગોનું નિર્માણ કરી શકાય છે. તે પ્રવક્તાના બુદ્ધિકૌશલ પર નિર્ભર છે. આ બધા ભંગોનો નિચોડ સાત ભંગો છે—અસ્તિ, નાસ્તિ, અનુભય (અવક્તવ્ય), ઉભય (અસ્તિ-નાસ્તિ), અસ્તિ-અવક્તવ્ય, નાસ્તિ-અવક્તવ્ય, અસ્તિ-નાસ્તિ
અવક્તવ્ય.
-
આ સાત ભંગોમાં પણ પ્રથમ ચાર મુખ્ય છે · અસ્તિ, નાસ્તિ, અનુભય અને ઉભય. આ ચા૨માં પણ બે મૌલિક છે – અસ્તિ અને નાસ્તિ. તત્ત્વના મુખ્યપણે બે પાસાં છે. બન્ને પરસ્પરાશ્રિત છે. ‘અસ્તિ’ નાસ્તિપૂર્વક છે અને ‘નાસ્તિ’ અસ્તિપૂર્વક છે. ઉત્તરકાલીન દાર્શનિક ચિન્તકોએ સાત ભંગો ઉપર જ વધુ અને ખાસ વિશેષ ભાર આપ્યો અને સ્યાદ્વાદ અને સપ્તભંગી એકાર્થક બની ગયાં. ભંગ સાત જ કેમ હોય છે, વધુ કે ઓછા કેમ નહિ, એનું પણ સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જૈન દર્શનની મૌલિક ધારણા અસ્તિ અને નાસ્તિમૂલક જ છે. ચાર અને સાત ભંગ તો અસ્તિ અને નાસ્તિની જ વિશેષ અવસ્થાઓ છે. અસ્તિ અને નાસ્તિ એક હોઈ શકતા નથી, કેમ કે બન્ને વિરોધી ધર્મ છે.
સપ્તભંગી
૨૫૩
વસ્તુના અનેક ધર્મોના કથન માટે અનેક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. કોઈ એક ધર્મનું કથન અમુક એક શબ્દથી થાય છે. આપણા માટે એ સંભવ નથી કે અનેકાન્તાત્મક વસ્તુના બધા ધર્મોનું વર્ણન આપણે કરી શકીએ કેમ કે એક વસ્તુના સંપૂર્ણ વર્ણનનો અર્થ છે બધી વસ્તુઓનું સંપૂર્ણ વર્ણન. બધી વસ્તુઓ પરસ્પર સમ્બન્ધિત છે, તેથી એક વસ્તુના કથનની સાથે અન્ય બધી વસ્તુઓનું કથન અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં વસ્તુનું જ્ઞાન યા કથન કરવા માટે આપણે બે દૃષ્ટિઓનો ઉપયોગ કરીએ છીએ. તે બેમાંથી એક દૃષ્ટિ સલાદેશ કહેવાય છે અને બીજી વિકલાદેશ. સકલાદેશનો અર્થ છે કોઈ એક ધર્મની સાથે અન્ય ધર્મોનો અભેદ કરીને વસ્તુનું વર્ણન કરવું. બીજા શબ્દોમાં, એક ગુણમાં અશેષ વસ્તુનો સંગ્રહ કરવો એ સકલાદેશ છે. ઉદાહરણ તરીકે, કોઈ વસ્તુના અસ્તિત્વ ધર્મનું કથન કરતી વખતે ઈતર ધર્મોનો અસ્તિત્વમાં જ સમાવેશ કરી લેવો એ સકલાદેશ છે. ‘સ્વાસ્તિરૂપમેવ સર્વમ્' એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેનો ૧. મુખમુàનાશેવવસ્તુરૂપસંગ્રહાત્ સતાવેશઃ । તત્ત્વાર્થરાજવાર્તિક, ૪.૪૨.૧૮.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org