________________
૨૫૪
જૈન ધર્મ-દર્શન અર્થ થાય છે બધા ધર્મોનો અસ્તિત્વ સાથે અભેદ, અસ્તિત્વથી અતિરિક્ત અન્ય કેટલા પણ ધર્મો છે તે બધા કોઈક દષ્ટિએ અસ્તિત્વથી અભિન્ન છે, તેથી અમુક દષ્ટિએ બધું છે જ ( ફ્લેવ સર્વન)' એમ કહેવું અનેકાન્તવાદની દષ્ટિએ અનુચિત નથી. એક ધર્મમાં બધા જ ધર્મોનો સમાવેશ કે અભેદ કેવી રીતે થાય છે? કઈ દષ્ટિએ એક ધર્મ અન્ય સઘળા ધર્મોથી અભિન્ન છે? તેનું સમાધાન કરવા માટે કાલ આદિ આઠદષ્ટિઓનો આધાર લેવામાં આવે છે. આ આઠ દૃષ્ટિઓમાંથી કોઈ એકના આધારે એક ધર્મની સાથે અન્ય ધર્મોનો અભેદ કરી દેવામાં આવે છે અને આ અભેદને દૃષ્ટિમાં રાખીને જ તે ધર્મના કથનને સંપૂર્ણ વસ્તુનું કથન માની લેવામાં આવે છે. આ જ સકલાદેશ છે. વિકલાદેશમાં એક ધર્મની જ અપેક્ષા હોય છે અને બાકી બધા ધર્મોની ઉપેક્ષા હોય છે. જે ધર્મનું કથન અભીષ્ટ હોય છે તે જ ધર્મ દૃષ્ટિમાં રહે છે. અન્ય ધર્મોનો નિષેધ નથી હોતો પરંતુ તેમનું તે વખતે કોઈ પ્રયોજન ન હોવાથી તેમનું ગ્રહણ થતું નથી. આ જ ઉપેક્ષાભાવ છે. નયનું સ્વરૂપ દર્શાવતી વખતે આ બાબતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવશે. હવે આપણે સકલાદેશની કાલ આદિ આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ સમજવા પ્રયત્ન
કરીશું.
કાલ– જે વખતે કોઈ વસ્તુમાં અસ્તિત્વ ધર્મ હોય છે તે જ વખતે અન્ય ધર્મો પણ તેમાં હોય છે. ઘટમાં જે સમયે અસ્તિત્વ ધર્મ રહેતો હોય છે તે જ સમયે તેનામાં કૃષ્ણત્વ, સ્થૂલત્વ, કઠિનત્વ આદિ ધર્મો પણ રહેતા હોય છે. તેથી કાલની દષ્ટિએ/અપેક્ષાએ અન્ય ધર્મો અસ્તિત્વથી અભિન્ન છે.
આત્મરૂપ – જેમ અસ્તિત્વ ઘટનો ગુણ છે તેમ કૃષ્ણત્વ, સ્થૂલત્વ, કઠિનત્વ આદિ પણ ઘટના ગુણ છે. અસ્તિત્વની જેમ જ અન્ય ગુણો પણ ઘટાત્મક જ છે. તેથી આત્મરૂપની દષ્ટિએ અસ્તિત્વ અને અન્ય ગુણોમાં અભેદ છે.
અર્થ – જે ઘટમાં અસ્તિત્વ છે તે જ ઘટમાં કૃષ્ણત્વ, કઠિનત્વ આદિ ધર્મો પણ છે. બધા ધર્મોનું સ્થાન એક જ છે. તેથી અર્થની દષ્ટિએ અસ્તિત્વ અને અન્ય ગુણોમાં કોઈ ભેદ નથી.
સમ્બન્ધ – જેમ અસ્તિત્વનો ઘટ સાથે સમ્બન્ધ છે તેવી જ રીતે અન્ય ધર્મના પણ ઘટ સાથે સમ્બન્ધ છે. સમ્બન્ધની દષ્ટિએ અસ્તિત્વ અને બીજા ગુણો અભિન્ન છે.
ઉપકાર –અસ્તિત્વ ગુણ ઘટનો જે ઉપકાર કરે છે તે જ ઉપકાર કૃષ્ણત્વ, કઠિનત્વ આદિ ગુણ પણ કરે છે. તેથી જો ઉપકારની દૃષ્ટિએ જોવામાં આવે તો અસ્તિત્વ અને
૧. સ્યાદ્વાદરત્નાકર, ૪.૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org