________________
કર્મસિદ્ધાન્ત
૩૧૭
ઉપભોગ્ય પદાર્થ છે. જે કર્મના ઉદયના કારણે વ્યક્તિ પોતાના વીર્ય અર્થાત્ સામર્થ્યશક્તિ-બળનો ઈચ્છવા છતાં પણ ઉપયોગ કરી ન શકે તેને વીર્યાન્તરાય કર્મ કહે છે.
અન્તરાય કર્મ અંગે પ્રાયઃ એવી માન્યતા પ્રચલિત જણાય છે કે કોઈ વસ્તુની પ્રાપ્તિ આદિમાં બાહ્ય વિપ્ન ઉપસ્થિત હોવા છતાં પણ કહી દેવામાં આવે છે કે અત્તરાય કર્મના ઉદયના કારણે અમુક વસ્તુ પ્રાપ્ત થઈ ન શકી ઇત્યાદિ. શું અત્તરાયકર્મનો સંબંધ બાહ્ય પદાર્થોની અપ્રાપ્તિ આદિ સાથે છે? અત્તરાયકર્મનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે “અત્તરાયશબ્દનો અર્થ વિઘ્ન છે. જેનાથી દાનાદિ લબ્ધિઓ વિશેષપણે હણાય અર્થાત્ વિનષ્ટ થાય તેને વિગ્ન યા અન્તરાય કહે છે ....વિશેષે હન્યતે–
નાર્તિબ્ધો વિનાશજોને.... વિનમ્ સત્યમ્ આ વ્યુત્પત્તિમાં લબ્ધિઓનો નાશ કરનારા કર્મને અત્તરાયકર્મ કહેવામાં આવેલ છે. લબ્ધિનો અર્થ થાય છે સામર્થ્યવિશેષ અર્થાત્ શક્તિવિશેષ. જે કર્મ દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યરૂપ શક્તિઓનું હનન યા નાશ કરે છે તે અત્તરાયકર્મ છે. જે રીતે જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મ આત્માના જ્ઞાન વગેરે મૂલ ગુણોનો ઘાત અર્થાતુ નાશ કરે છે તે રીતે અન્તરાયકર્મ પણ આત્માના વીર્યરૂપી મૂળ ગુણનું ઘાતક છે અર્થાત્ શક્તિનો નાશ કરનારું છે. આત્મામાં અસીમ શક્તિ છે પરંતુ અત્તરાયકર્મના ઉદયના કારણે આ શક્તિ કુંઠિત થઈ જાય છે. જેવી રીતે આત્મામાં જ્ઞાન, દર્શન અને સુખની પરાકાષ્ઠા સ્વભાવતઃ વિદ્યમાન હોય છે પરંતુ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય કર્મના ઉદયના કારણે તેમનો ઘાત થાય છે તેવી જ રીતે આત્મામાં શક્તિની પરાકાષ્ઠા સ્વભાવતઃ વિદ્યમાન હોવા છતાં પણ અત્તરાયકર્મના ઉદયના કારણે તેનો ઘાત થાય છે. આ ઘાત અથવા વિપ્ન વિષયભેદે પાંચ પ્રકારનો મનાયો છે – (૧) દાનાત્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભોગાત્તરાય, (૪) ઉપભોગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય સાથે સંબંધ ધરાવતા પદાર્થો અને બાહ્ય વિષયો છે તથા તત્સમ્બદ્ધ કર્મ અર્થાત દાનાન્તરાય આદિ કર્મ આન્તરિક છે.દેય વસ્તુ હોવા છતાં અને યોગ્ય અવસર પણ ઉપસ્થિત થવા છતાં પણ દેવાની (દાન કરવાની) ભાવના ન થવી એ દાનાત્તરાયકર્મના ઉદયનું ફળ છે. આ કર્મના ઉદયથી વ્યક્તિની અંદર દેવાની ભાવના યા ઇચ્છા ઉત્પન્ન થતી નથી. એનાથી ઊલટુંદાનાન્તરાયકર્મનો ક્ષયોપશમ હોતાં વ્યક્તિની અંદર દેવાની (દાન કરવાની) ભાવના જન્મે છે. આન્તરિક ભાવનાના અભાવમાં
૧. સટીક પ્રથમ કર્મગ્રન્થ, પૃ. ૫. ૨. પાડઅસદુદમહeણવ, પૃ. ૭૨૨. ૩. સટીક પ્રથમ કર્મગ્રન્થ, પૃ. ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org