________________
૩૧૬
જૈન ધર્મ-દર્શન
ઉચ્ચ-નીચ ગોત્રનો સંબંધ વર્ણ, જાતિ આદિ સાથે ન હોતાં વંશ, કુલ અથવા માતાપિતા સાથે છે જે કોઈપણ વર્ણ, જાતિ, સમાજ, દેશ, ધર્મ, રંગનાં હોઈ શકે છે. જેમ નામકર્મનો સંબંધ શરીર સાથે છે તેવી જ રીતે ગોત્રકર્મનો સંબંધ પણ શરીર સાથે જ છે. - જો ગોત્રકર્મનો સંબંધ શરીર સાથે છે તો એવાં ક્યાં શારીરિક લક્ષણો છે જેમને જોવાથી એ ખબર પડી જાય કે અમુક વ્યક્તિ ઉચ્ચ ગોત્રની છે કે નીચ ગોત્રની? વંશાગત શારીરિક સ્વસ્થતા, સુરૂપતા, સંસ્કારસમ્પન્નતા આદિ ઉચ્ચ ગોત્રનાં લક્ષણો છે અને અસ્વસ્થતા, કુરૂપતા, સંસ્કારહીનતા આદિ નીચ ગોત્રનાં લક્ષણો છે. જે વ્યક્તિમાં વંશાગત જેવાં શારીરિક ગુણ કે લક્ષણો મળે કે જણાય તે વ્યક્તિને તે જ લક્ષણોને અનુરૂપ ગોત્રવાળી સમજવામાં આવે છે, ભલે ને તેની સામાજિક જાતિ કોઈ પણ હોય. જેમ શુભ નામકર્મના ઉદયથી શારીરિક શુભત્વ તથા અશુભ નામકર્મના ઉદયથી શારીરિક અશુભત્વ પ્રાપ્ત થાય છે તેમ ઉચ્ચ ગોત્રકર્મના ઉદયથી શારીરિક ઉત્કૃષ્ટતા (કુલીનતા) તથા નીચ ગોત્રકર્મના ઉદયથી શારીરિક નિકૃષ્ટતા (કુલીનતા) પ્રાપ્ત થાય છે. જેમ કોઈ પણ વર્ગની વ્યક્તિ શુભ નામકર્મના કારણે શુભ શરીરવાળી અને અશુભ નામકર્મના કારણે અશુભ શરીરવાળી બને છે તેવી જ રીતે કોઈ પણ વર્ગની વ્યક્તિ ઉચ્ચ ગોત્રકર્મના કારણે ઉત્કૃષ્ટ શરીરવાળી અને નીચ ગોત્રકર્મના કારણે નિકૃષ્ટ શરીરવાળી બને છે. નામકર્મ અને ગોત્રકર્મમાં એટલું જ અન્તર છે કે નામકર્મનો સંબંધ વ્યક્તિના પોતાના શારીરિક ગુણો સાથે છે જ્યારે ગોત્રકર્મનો સંબંધ વંશાગત અર્થાત પરંપરાગત શારીરિક ગુણો સાથે છે. જેમ વ્યક્તિના પોતાના ગુણોમાં અમુક હદ સુધી પ્રયત્ન દ્વારા પરિવર્તન થઈ શકે છે તેવી જ રીતે તેના પરંપરાગત ગુણોમાં પણ અમુક હદ સુધી પ્રયત્નજન્ય પરિવર્તન સંભવે છે.
અન્તરાય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે – દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય. જે કર્મના ઉદયથી યોગ્ય અવસરે દાન કરવાનો ઉત્સાહ ન થાય તે દાનાન્તરાય કર્મ છે. જે કર્મનો ઉદય થતાં ઉદાર દાતાની ઉપસ્થિતિમાં પણ લાભની અર્થાત્ પ્રાપ્તિની ભાવના ન થાય તે લાભાન્તરાય કર્મ છે. અથવા યોગ્ય સામગ્રી હોવા છતાં પણ અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિની ભાવના ન થાય એ લાભાન્તરાય કર્મનું પરિણામ છે, ફળ છે. ભોગની સામગ્રી હાજર હોય અને ભોગ કરવાની ઇચ્છા પણ હોય તેમ છતાં જે કર્મના ઉદયથી વ્યક્તિ ભોગ્ય પદાર્થોનો ભોગ કરવા સમર્થ ન બને તે ભોગાન્તરાય કર્મ છે. તેવી જ રીતે ઉપભોગ્ય વસ્તુઓના ઉપભોગનું અસામર્થ્ય ઉપભોગાન્તરાય કર્મનું ફળ છે. જે પદાર્થ એક જ વાર ભોગવી શકાય તે ભોગ્ય કહેવાય છે અને જે પદાર્થ વારંવાર ભોગવી શકાય તે ઉપભોગ્ય કહેવાય છે. અન્ન, જલ, ફલ આદિ ભોગ્ય પદાર્થ છે. વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org