________________
કર્મસિદ્ધાન્ત
૩૧૫
સાથે સંબંધ નથી, જ્યારે ગોત્રકર્મનો સંબંધ તેના તે શારીરિક ગુણો સાથે છે જે તેના કુલ યા વંશ સાથે સંબંધ ધરાવે છે તથા તેના પોતાના માતા-પિતાના માધ્યમથી જ તેનામાં આવેલા છે.
માતાપિતાના માધ્યમથી આવેલા ગુણો માટે સંતાનનાં કર્મો જવાબદાર કેવી રીતે હોઈ શકે? જો કોઈ સારાઈ કે બૂરાઈ માતાપિતાના કારણે કોઈમાં ઉત્પન્ન થતી હોય તો તેના માટે તે વ્યક્તિ કેવી રીતે જવાબદાર હોઈ શકે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે અમુક જીવનું અમુક સ્થાને અમુક રૂપમાં ઉત્પન્ન થવું એ તે જીવના અમુક પ્રકારના કર્મ પર નિર્ભર છે. જીવ જ્યારે પોતાના કર્મને અનુરૂપ અમુક અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે તત્કાલીન પરિસ્થિતિ અને સ્વશક્તિ તેમ જ સ્થિતિ અનુસાર અમુક ગુણોને પણ ગ્રહણ કરે છે. તે ગુણોમાંથી કેટલાક ગુણ એવા હોય છે જેમનો સંબંધ માતાપિતા સાથે અથવા વંશપરંપરા સાથે હોય છે. આ રીતે માતાપિતાના માધ્યમથી આવેલા સારાનરસા શારીરિક ગુણો માટે સન્તાનનું કર્મ પ્રત્યક્ષરૂપે ભલે જવાબદાર ન હો પરંતુ પરોક્ષરૂપે તો અવશ્ય જવાબદાર છે જ. તેનું મુખ્ય કારણ વ્યક્તિની પોતાની કર્મસમ્પત્તિ છે. જેની કર્મસમ્પત્તિ અપેક્ષાકૃત જેટલી અધિક સમૃદ્ધ અર્થાત શુભ હશે તેનું ગોત્રકર્મ તેટલું જ અધિક ઉચ્ચ હશે તથા જેની કર્મસમ્પતિ અપેક્ષાકૃત જેટલી અધિક અસમૃદ્ધ અર્થાત્ અશુભ હશે તેનું ગોત્રકર્મ પણ તેટલું જ અધિક નીચ હશે.
જેમ મનુષ્ય આદિ ગતિઓ, પંચેન્દ્રિય આદિ જાતિઓ, ઔદારિક આદિ શરીરો અને આ જાતનાં અન્ય શારીરિક લક્ષણોથી નામકર્મનો પરિચય થાય છે તેમ ગોત્રકર્મનો પરિચય કયાં શારીરિક લક્ષણોથી થાય છે? રૂપ, રંગ, ધર્મ, જાતિ, વર્ણ આદિ દ્વારા ઉચ્ચ અથવા નીચ ગોત્રની જાણ થઈ શકતી નથી કેમ કે કોઈ પણ રૂપ, કોઈ પણ રંગ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, કોઈ પણ વર્ણની વ્યક્તિ ઉચ્ચ ગોત્રની પણ હોઈ શકે છે અને નીચ ગોત્રની પણ હોઈ શકે છે. કોઈ રંગ-રૂપવિશેષ યા વર્ણ-જાતિવિશેષને જોઈને એ કહી શકાતું નથી કે આ રંગ-રૂપવાળી યા આ વર્ણ-જાતિવાળી વ્યક્તિ ઉચ્ચ ગોત્રની છે અને તદિતર વ્યક્તિ નીચ ગોત્રની. રંગ અને રૂપનો સંબંધ નામકર્મ સાથે છે. તથા વર્ણ, જાતિ, ધર્મ આદિનો સંબંધ શરીર સાથે ન હોતાં સામાજિક, સામ્પ્રદાયિક અને શાસ્ત્રીય વ્યવસ્થાઓ અને માન્યતાઓ સાથે છે. અમુક સમાજ અથવા અમુક દેશમાં જે વર્ણ અથવા જાતિને નીચ સમજવામાં આવે છે, અન્યત્ર તેને તેવો સમજવામાં નથી આવતો. એટલું જ નહિ, તે દેશ અથવા સમાજમાં પણ અમુક વ્યક્તિને ત્યાં સુધી નીચ નથી સમજવામાં આવતી જ્યાં સુધી તેના વિશે એ જાણ નથી થતી કે તે અમુક વર્ણ કે જાતિની છે. જો વર્ણ, જાતિ આદિ સાથે ઉચ્ચ-નીચનો સંબંધ હોત તો તેની સર્વદા અને સર્વત્ર તેવી પ્રતીતિ થાત. પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. તેથી માનવું જોઈએ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org