________________
કર્મસિદ્ધાન્ત
૩૩૧ પ્રબલતમ સ્થિતિ હોવાના કારણે વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ સાવ નીચલી કક્ષાએ હોય છે. આ ગુણસ્થાનમાં રહેલી વ્યક્તિ મિથ્યાદષ્ટિ અર્થાત્ વિપરીત શ્રદ્ધાના કારણે રાગ-દ્વેષથી વશીભૂત થઈ આધ્યાત્મિક એટલે કે તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. આમ આ ગુણસ્થાનનું મુખ્ય લક્ષણ મિથ્યાદર્શન અથવા મિથ્યા શ્રદ્ધાન છે.
(૨) અલ્પકાલીન સમ્યક દૃષ્ટિ– બીજા ગુણસ્થાનનું નામ સાસ્વાદનસમ્યગ્દષ્ટિ અથવા સાસાદનસમ્યગ્દષ્ટિ છે. તેનો કાળ અતિ અલ્પ છે. મિથ્યાદષ્ટિ વ્યક્તિને મોહનો પ્રભાવ કંઈક ઓછો થતાં જ્યારે થોડી ક્ષણો માટે સમ્યકત્વ અર્થાત્ યથાર્થતાની અનુભૂતિ થાય છે–તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય છે–સાચી શ્રદ્ધા થાય છે ત્યારે તે વ્યક્તિની જે અવસ્થા હોય છે તેને સાસ્વાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનમાં રહેલો આત્મા તરત મોહોદયના કારણે સમ્યક્ત્વથી શ્રુત થઈ પુનઃ મિથ્યાત્વમાં પ્રવેશી જાય છે. આ અવસ્થામાં સમ્યક્ત્વનું અતિ અલ્પકાળ આસ્વાદન થવાના કારણે તેને સાસ્વાદનસમ્યગ્દષ્ટિ નામ આપવામાં આવ્યું છે. તેમાં આત્માને સમ્યકત્વનો કેવળ સ્વાદ ચાખવા મળે છે, પૂરો રસ પ્રાપ્ત થતો નથી.
(૩) મિશ્રદૃષ્ટિ–ત્રીજું ગુણ સ્થાન આત્માની તે મિશ્રિત અવસ્થા છે જેમાં ન તો કેવળ સમ્યગ્દષ્ટિ હોય છે કે ન તો કેવળ મિથ્યાદૃષ્ટિ હોય છે. તેમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ બન્ને મિશ્રિત અવસ્થામાં હોય છે જેના કારણે આત્મામાં તત્ત્વાતત્ત્વનો યથાર્થ વિવેક કરવાની ક્ષમતા નથી હોતી. તે તત્ત્વને તત્ત્વ સમજવાની સાથે સાથે અતત્ત્વને પણ તત્ત્વ સમજતો હોય છે. આમ ત્રીજા ગુણ સ્થાનમાં વ્યક્તિની વિવેકશક્તિ પૂર્ણ વિકસિત નથી હોતી. આ અવસ્થા લાંબો વખત સુધી ચાલુ રહેતી નથી. તેમાં રહેલો આત્મા શીધ્ર જ પોતાની તત્કાલીન પરિસ્થિતિ અનુસાર કાં તો મિથ્યાત્વઅવસ્થાને પામે છે કાં તો સમ્યક્ત્વઅવસ્થાને. આ ગુણસ્થાનનું નામ મિશ્ર અર્થાત સમ્યફમિથ્યાષ્ટિ છે.
(૪) ગ્રન્થિભેદ અને સમ્યક શ્રદ્ધા–મિથ્યાત્વઅવસ્થામાં રહેલો આત્મા અનુકૂળ સંયોગો અર્થાત્ કારણો પ્રાપ્ત થવાથી મોહનો પ્રભાવ કંઈક ઓછો થતાં જ્યારે વિકાસ તરફ અગ્રેસર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેનામાં તીવ્રતમ રાગ-દ્વેષને કંઈક મંદ કરવાવાળો બલવિશેષ ઉત્પન્ન થાય છે. તેને જૈન કર્મશાસ્ત્રમાં પ્રન્થિભેદ કહેવામાં આવે છે. ગ્રન્થિભેદનો અર્થ છે તીવ્રતમ રાગ-દ્વેષ અર્થાત્ મોહરૂપ ગાંઠનું છેદન અર્થાત્ શિથિલીકરણ. ગ્રન્થિભેદનું કામ ઘણું જ કઠિન હોય છે. તેના માટે આત્માને બહુ જ લાંબો સંઘર્ષ કરવો પડે છે. ચોથું ગુણસ્થાન આત્માની તે અવસ્થા છે જેમાં મોહ શિથિલ થવાના કારણે સમ્યક શ્રદ્ધા અર્થાત્ સદસદ્ધિર્વક તો વિદ્યમાન હોય છે પરંતુ સમ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org