________________
૧૦
જૈન ધર્મ-દર્શન ચાતુર્માસ (વર્ષાવાસ) લાઢ પ્રદેશમાં જ ગાળ્યો.
વિવિધ બાધાઓ અને આપદાઓ હોવા છતાં પણ મહાવીર સ્થિરચિત્ત બની બાર વર્ષ સુધી કઠિન તપસ્યામાં લીન રહ્યા. તેરમા વર્ષની વૈશાખ શુક્લા દશમીના દિવસે જંભિકગ્રામની બહાર ઋજુપાલિકા નદીના ઉત્તર તટ ઉપર શ્યામાક ગૃહસ્થના ખેતરમાં શાલવૃક્ષની નીચે તે મહાન તપસ્વીને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થઈ. તે પછી તેમણે અર્ધમાગધી ભાષામાં ધર્મોપદેશ આપ્યો અને ચતુર્વિધ સંઘ(સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા)ની સ્થાપના કરી.
ભગવાન મહાવીરે પોતાના જીવનના અંતિમ ત્રીસ વર્ષ સર્વજ્ઞ તરીકે વીતાવ્યા. અંતિમ વર્ષાવાસ તેમણે પાવાપુરીમાં કર્યો અને ત્યાં જ ૭૨ વર્ષની ઉંમરે તેમને કાર્તિક માસની કૃષ્ણા અમાવસ્યાના દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું. તે સમયે ત્યાં કાશી તથા કોશલ રાજ્યના ૧૮ રાજા તથા મલકી અને લેચ્છકી વંશના પણ ૧૮ રાજા ઉપસ્થિત હતા. તે બધાએ મહાવીરના નિર્વાણ સાથે જ આધ્યાત્મિક જ્યોતિ વિલુપ્ત થઈ ગઈ એમ વિચારીને દીપક પ્રગટાવી ભૌતિક જ્યોતિ પ્રગટાવી.
ભગવાન મહાવીર એક બૃહસંઘના અધિષ્ઠાતા હતા. તે સંઘમાં ૧૪,૦૦૦ સાધુઓ, ૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧,૫૯,૦૦૦શ્રાવકો અને ૩,૧૮,૦૦૦શ્રાવિકાઓ હતી. મહાવીરના અનુયાયીઓ નીચે જણાવ્યા મુજબ વિવિધ પ્રકારના હતા–મહાવ્રતી સાધુઓ અર્થાત શ્રમણ, જેમ કે ઇન્દ્રભૂતિ વગેરે; મહાવ્રતી સાધ્વીઓ અર્થાત્ શ્રમણીઓ, જેમ કે ચન્દના વગેરે; અણુવ્રતી શ્રાવકો, જેમ કે શંખ આદિ; અણુવ્રતી શ્રાવિકાઓ, જેમ કે તુલસા આદિ; સામાન્ય ગૃહસ્થ પુરુષ, જેમ કે શ્રેણિક (બિંબિસાર), કુણિક (અજાતશત્રુ), પ્રદ્યોત, ઉદાયન આદિ; સામાન્ય ગૃહસ્થી સ્ત્રીઓ, જેમ કે ચેલના આદિ. તીર્થકરના તીર્થ યા સંઘમાં શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારની વ્યક્તિઓનો જ સમાવેશ થાય છે. સુધર્મા, જમ્મુ, ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર
ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંથી કેવળ ઇન્દ્રભૂતિ અને સુધર્મા જ ભગવાન મહાવીરના નિર્વાણ પછી જીવિત હતા. સુધર્માએ મહાવીરના નિર્વાણ પછી ૨૦વર્ષ બાદ મુક્તિ પ્રાપ્ત કરી. અગિયાર ગણધરોમાં સૌથી છેલ્લે મૃત્યુ પામનાર તે જ હતા. જમ્બુ તેમના શિષ્ય હતા. તે અંતિમ સર્વજ્ઞ હતા. જમ્બુ મહાવીરનિર્વાણના ૬૪ વર્ષ પછી મોક્ષ પામ્યા. સુધર્મા પછી છઠ્ઠી પેઢીએ ભદ્રબાહુ થયા. ભદ્રબાહુનો સમય ત્રીજી શતાબ્દી ઈ.સ. પૂર્વ છે. ભદ્રબાહુનું મૃત્યુ મહાવીર નિવણના ૧૭૦ વર્ષ પછી થયું. તે છેલ્લા શ્રુતકેવલી હતા. સ્થૂલભદ્રને ચાર પૂર્વો સિવાય અન્ય બધા સિદ્ધાન્તગ્રન્થોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org