________________
જૈન પરંપરાનો ઇતિહાસ
તરફથી મળ્યું. લોકોએ તેમને શ્રમણ નામે બોલાવ્યા, કારણ કે તે સતત સમભાવપૂર્વક સહજ સુખ સાથે ઘણા દિવસો સુધી તપસ્યામાં લીન રહેતા હતા. જ્યારે તેમણે બધી જાતના ભય, સંઘર્ષ, વિપદાઓ વગેરે ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો ત્યારે દેવતાઓએ તેમને ‘મહાવીર' ઉપાધિ આપી. - વર્ધમાને ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થ તરીકેનું જીવન વીતાવ્યું. જયારે તેમના માતાપિતાનો સ્વર્ગવાસ થઈ ગયો ત્યારે તેમણે પોતાના વડીલોની રજા લઈને પોતાની સઘળી સંપત્તિ વરસ સુધી ગરીબોમાં વહેંચી અને પછી ઘરબાર પણ છોડી દીધાં, ત્યાગી દીધાં. બે દિવસ સુધી ઉપવાસ કરીને પછી વર્ધમાને એક વસ્ત્ર ધારણ કરી ચન્દ્રપ્રભા નામની પાલખીમાં બેસી જ્ઞાતૃખંડ નામના ઉદ્યાન તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં પહોંચ્યા પછી તે પાલખીમાંથી નીચે ઉતરી ગયા અને અશોક વૃક્ષ પાસે પોતાનાં સઘળાં આભૂષણોને ત્યાગી, માથાના વાળને પાંચ મુઠ્ઠીઓમાં ખેંચી કાઢી પૂરેપૂરા અનગાર (ગૃહત્યાગી) બની ગયા. તેમણે સિરફ એક વરસ અને એક મહિના સુધી જ એક વસ્ત્ર ધારણ કર્યું, ત્યાર પછી તો તેનો પણ ત્યાગ કરીને તે નગ્ન વિચરવા લાગ્યા.
મહાવીરે પોતાનો બીજો ચાતુર્માસ (વર્ષાવાસ) રાજગૃહના ઉપનગર નાલન્દામાં એક વણકરના ઘરમાં પસાર કર્યો. ત્યાં ગોશાલ નામનો આજીવિક તેમની પાસે આવ્યો અને પોતાનો શિષ્ય બનાવી લેવા મહાવીરને આગ્રહ કરવા લાગ્યો. મહાવીરે તેના આગ્રહ ઉપર ધ્યાન ન આપ્યું. ચાતુર્માસના અંતે જ્યારે તેમણે તે સ્થાન છોડી દીધું ત્યારે ગોશાલે તેમને ફરી વિનંતી કરી. આ વખતે મહાવીરે તેને શિષ્ય તરીકે સ્વીકારી લીધો અને બન્ને લાંબા સમય સુધી સાથે રહ્યા. જ્યારે બન્ને સિદ્ધાર્થપુરમાં રોકાયા હતા ત્યારે ગોશાલે એક તલના છોડને વિશે તેને ફળ લાગવાની મહાવીરે કરેલી ભવિષ્યવાણીને પડકારી અને તે છોડને ઉખાડી ફેંકી દીધો. સંજોગવશ વરસાદ થયો, પરિણામે પેલો છોડ જમીનમાં ચોટી ગયો, હરિયાળો બની ગયો અને તેને ફળ લાગ્યાં. આ જોઈને ગોશાલે ઘોષણા કરી કે બધી ચીજો પૂર્વનિશ્ચિત (પૂર્વનિયત) છે અને બધા જીવોમાં પુનઃ જીવિત થવાની ક્ષમતા છે. મહાવીરે આ સિદ્ધાન્તનો સ્વીકાર ન કર્યો. એટલે ગોશાલે મહાવીર સાથેનો સંબંધ તોડી નાખ્યો અને આજીવિક નામના એક નવા સંપ્રદાયને જન્મ આપ્યો.
મહાવીરે પશ્ચિમ બંગાળના લાઢ પ્રદેશ સુધી વિહાર કર્યો. ત્યા વજભૂમિ અને શુભ્રભૂમિના અનાર્ય ક્ષેત્રમાં તેમને બધી જાતની યાતનાઓ સહન કરવી પડી. પ્રતિકૂળ હવામાન, કાંટાળી ઝાડીઓ, ઝેરીલા જંતુઓ અને મહાવીરની પાછળ કૂતરા દોડાવનાર લોકોના કારણે મહાવીર સામે ઘણી બધી વિપદાઓ ખડી થઈ. તેમણે પોતાનો નવમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org