________________
જૈન ધર્મ-દર્શન પોતાના શિષ્યોના વિચારો જાણી કેશી તથા ગૌતમ બન્નેએ એકબીજાને મળવાનું વિચાર્યું. ગૌતમ તિન્દુક ઉદ્યાનમાં ગયા, ત્યાં કેશીએ તેમનું સ્વાગત કર્યું. ગૌતમની અનુમતિથી કેશીએ પ્રશ્ન રજૂ કર્યો – “પાર્થે ઉપદેશેલાં ચાર વ્રતો છે અને વર્ધમાને પાંચ વ્રતોનો ઉપદેશ દીધો છે. આ બન્ને પ્રકારના નિયમ એક જ ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે. તો પછી બન્નેની વચ્ચે અંતર હોવાનું કારણ શું? શું આપને આ અંગે કોઈ સંશય નથી?' ગૌતમે ઉત્તર આપ્યો – “પ્રથમ તીર્થંકરના સમયના સાધુઓ સરળ હતા પરંતુ મન્દબુદ્ધિ હતા, અંતિમ તીર્થંકરના સમયના સાધુઓ મન્દબુદ્ધિ હોવાની સાથે સાથે વક્ર પણ હતા તથા આ બન્નેની વચ્ચે થયેલા સાધુ સરળ અને સમજદાર હતા. તેથી ધર્મનું બે રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું.” આ ઉત્તરથી કેશીની પેલી શંકા દૂર થઈ ગઈ. તેમણે બીજો પ્રશ્ન રજૂ કર્યો – “વર્ધમાને વસ્ત્રને ધારણ કરવાનો નિષેધ કર્યો છે પરંતુ પાજે એક અધોવસ્ત્ર અને ઉપરિવસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી છે. આ બન્ને નિયમ એક જ ઉદેશ્યની પૂર્તિ માટે બનાવ્યા છે, તો પછી બેમાં અત્તર કેમ છે?' ગૌતમે ઉત્તર આપ્યો – “વિભિન્ન બાહ્ય ચિહ્નોનો પ્રયોગ સંયમવિષયક ઉપયોગિતા તથા વિશિષ્ટતાની દષ્ટિએ થાય છે પરંતુ હકીકતમાં મોક્ષનાં સાધનો તો ત્રણ જ છે–સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર.” આ ઉત્તરથી પણ કેશીને સંતોષ થયો. એટલે ગૌતમ પાસે તેમણે પંચવ્રતધર્મ અંગીકાર કર્યો.
ઉત્તરાધ્યયનસૂત્રના આ વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાર્થ તથા મહાવીરના અનુયાયીઓની વચ્ચે મુખ્ય બે જાતનો મતભેદ હતો – પહેલાનો સંબંધ વ્રતો સાથે હતો અને બીજાનો વસ્ત્રો સાથે. પાર્થે ચાર વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. પરંતુ મહાવીરે બ્રહ્મચર્ય નામનું પાંચમું વ્રત તેમાં ઉમેરી દીધું. પાર્ગે સાધુઓને વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી હતી. પરંતુ મહાવીરે વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ કર્યો હતો. અસ્તુ, કેશી અને તેમના શિષ્યોએ વસ્ત્રત્યાગનો સ્વીકાર કર્યા વિના જ પંચવ્રતનો સ્વીકાર કર્યો અને પરિણામે મહાવીરના સંઘમાં બે પ્રકારના મુનિઓ થયા–– સચેલક અર્થાત્ વસ્ત્રને ધારણ કરનારા અને અચેલક અર્થાત્ વસ્ત્ર ધારણ ન કરનારા.
ભગવાન મહાવીરનો જન્મ વૈશાલીના ઉત્તર ભાગમાં આવેલા કુડપુર(કુંડગ્રામ)ના ક્ષત્રિય સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર તરીકે થયો હતો. તે જ્ઞાતૃવંશના હતા. તેમનો જન્મ ચૈત્ર મહિનામાં શુક્લા ત્રયોદશીના દિવસે થયો હતો. જ્યારથી તે ત્રિશલાના ગર્ભમાં આવ્યા ત્યારથી રાજ્યના ખજાનામાં સુવર્ણ, ચાંદી, ઝવેરાત આદિની વૃદ્ધિ થવા લાગી. પરિણામે તેમનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું. આમ તે ત્રણ નામે પ્રસિદ્ધ થયા –- વર્ધમાન, શ્રમણ અને મહાવીર. વર્ધમાન નામ તેમને માતાપિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org