________________ 1 14 જૈન ધર્મ-દર્શન ઉપયોગભેદ પણ અનન્ત છે. અહીં સાંખ્ય દર્શને જણાવેલા પેલા ત્રણ હેતુઓનો પણ નિર્દેશ કરી દેવો જોઈએ જેમના દ્વારા પુરુષબહુત્વને સિદ્ધ કરવામાં આવેલ છે. આ ત્રણ હેતુ આત્માના બહુત્વને સિદ્ધ કરવા માટે ઘણા ઉપયોગી છે. પહેલો હેતુ છે “ગનનમરપરાનાં પ્રતિનિયમ' અર્થાત જન્મ, મરણ અને ઇન્દ્રિયાદિ કરણોની વિભિન્નતાથી પુરષબહત્વનું અનુમાન થઈ શકે છે. બીજો હેતુ છે “અયુત્ પ્રવૃત્તઃ' અર્થાત્ એક જ પ્રવૃત્તિ બધા એક જ સાથે કરતા દેખાતા નથી એ ઉપરથી પુરુષબહુત્વ સિદ્ધ થાય છે. ત્રીજો હેતુ છે ત્ર ગુખ્યવિપર્યયાત્' અર્થાત્ સત્ત્વ, રજસ્ અને તમસની અસમાનતા દ્વારા પુરુષબહુત્વ સાબિત થાય છે. સત્ત્વ, રજન્સ અને તમસની અસમાનતાના સ્થાને જૈનો કર્મની અસમાનતાનો પ્રયોગ કરી શકે છે. આત્માના બહત્વની સિદ્ધિ માટે આટલી ચર્ચા પૂરતી છે. આત્મા “પૌગલિક કર્મોથી યુક્ત છે આ લક્ષણ બે વાત પ્રગટ કરે છે. પહેલી વાત તો એ કે જે લોકો કર્મ આદિની સત્તાને માનતા નથી તેમની માન્યતાનું આ લક્ષણ ખંડન કરે છે. બીજી વાત એ કે જે લોકો કર્મોને માને છે પણ તેમને પૌગલિક (ભૌતિક) નથી માનતા તેમના મતને આ લક્ષણ ખોટો ઠરાવે છે. “કર્મ' પદથી પહેલી વાત પ્રગટ થાય છે અને “પૌગલિક પદથી બીજી વાત પ્રગટ થાય છે. ચાર્વાક કર્મની સત્તામાં માનતો નથી. તેના મતના ખંડનમાં કહી શકાય કે સુખદુઃખ આદિની વિષમતાનું કોઈક કારણ અવશ્ય છે કેમ કે આ વિષમતા એક પ્રકારનું કાર્ય છે, જેમ કે અંકુર આદિ. કેવલ શુદ્ધ આત્મામાં સુખદુઃખ આદિની વિષમતા નથી હોતી. તે તો અનન્તસુખાત્મક છે. ચાર્વાક તો વળી આત્માને જ માનતો નથી. ભૂતોનો વિશિષ્ટ સંયોગ પણ આ વિષમતાનું કારણ ન હોઈ શકે કેમ કે તે સંયોગની વિષમતા પાછળ પણ કોઈ અન્ય કારણ અવશ્ય હોવું જોઈએ જેના લીધે સંયોગમાં વૈષમ્ય થાય છે. તે કારણ કયું છે? તે કારણની ખોજમાં વર્તમાનને છોડી ભૂતમાં જવું પડશે. તે કારણ કર્મ છે. જો કોઈ કહે કે આપણને કર્મો પ્રત્યક્ષ થતા નથી એટલે કર્મને માનવાની કોઈ જરૂરત નથી. આમ કહેનારને ઉત્તરમાં કહી શકાય કે જે વસ્તુ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી તે છે જ નહિ એમ ન કહી શકાય, અન્યથા ભૂત અને ભવિષ્યના જેટલા 1. એજન, 1583. 2. जननमरणकरणानां प्रतिनियमादयुगपत्प्रवृत्तेश्च / પુરુષવદુત્વ સિદ્ધ ઐશુષ્પવિપર્યયારૈવ | સાંખ્યકારિકા, 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org