________________ તત્ત્વવિચાર 115 પણ પદાર્થ છે તે બધા અસત્ બની જશે કારણ કે તેમનું અત્યારે આપણને પ્રત્યક્ષ થતું નથી. આ રીતે તો બધો વ્યવહાર લુપ્ત થઈ જાય. પિતાના મૃત્યુ પછી હું મારા પિતાનો પુત્ર છું એમ નહિ કહી શકાય કારણ કે પિતા પ્રત્યક્ષ નથી. આ મુશ્કેલી દૂર કરવા માટે અનુમાનની મદદ લેવી પડે છે. પુત્ર કાર્ય છે તેથી તેનું કારણ પિતા અવશ્ય હોવું લઈએ. આ જ રીત કર્મોનાં કાર્યોને દેખીને તે કાર્યોનાં કારણરૂપ કર્મોનું અનુમાન કરવું જ પડે છે. આ જ વસ્તુને બીજી રીતે જોઈએ. પરમાણુ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી પરંતુ ઘટવગેરે કાર્યોને દેખીને તેમના કારણરૂપ પરમાણુઓનું અનુમાન કરવામાં આવે છે. તેવી જ રીતે સુખ-દુઃખ આદિ રૂપ વૈષમ્ય દેખીને તે વૈષમ્યના કારણરૂપ કર્મોનું અનુમાન કરવું તર્કસંગત છે. અહીં એક પ્રશ્ન થાય છે. ચન્દન, અંગના વગેરેના સંયોગથી વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે અને વિષ, કંટક, સર્પ આદિથી દુઃખ થાય છે. આ પ્રત્યક્ષ દેખાતાં કારણો જ સુખ અને દુઃખનાં કારણો છે. તો પછી આપણે અદશ્ય કારણોની કલ્પના શા માટે કરવી જોઈએ? જે કારણો દેખાય છે તેમને છોડી જે અપ્રત્યક્ષ છે એવાં કારણોની કલ્પના કરવી યોગ્ય નથી. પ્રશ્ન સારો છે પરંતુ તેમાં થોડો દોષ છે. દોષ એ છે કે તે વ્યભિચારી છે. એ આપણો રોજનો અનુભવ છે કે એક જ પ્રકારનાં સાધનો હોવા છતાં એક વ્યક્તિ તેમનાથી અધિક સુખી થાય છે, બીજી ઓછી સુખી થાય છે અને ત્રીજી તો દુઃખી થાય છે. સમાન સાધનોથી બધાંને સમાન સુખ નથી મળતું. આ જ વાત દુઃખનાં સાધનો વિશે પણ કહી શકાય છે. આવું કેમ થાય છે? તેનો ખુલાસો કરવા માટે કોઈને કોઈ અદષ્ટની કલ્પના કરવી જ પડે છે. જેવી રીતે આપણે યુવકદેહને દેખીને બાલદેહનું અનુમાન કરીએ છીએ તેવી જ રીતે બાલદેહને દેખીને પણ કોઈ અન્ય દેહનું અનુમાન આપણે કરવું જોઈએ. આ અન્ય દેહ જ “કાર્પણ શરીર' છે. આ પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. આપણે શરીરરૂપ કાર્ય ઉપરથી કર્મરૂપ કારણનું અનુમાન કરીએ છીએ. શરીર ભૌતિક છે અર્થાત પૌગલિક છે. એટલે કર્મ પણ પોગલિક જ હોય કેમ કે પૌગલિક કાર્યનું કારણ પણ પૌગલિક જ હોવું જોઈએ. જૈન દર્શન તર્કની આ માંગનું સમર્થન કરે છે અને કર્મને પૌલિક પુરવાર કરવા માટે નીચેના હેતુઓ રજૂ કરે છે - (1) કર્મ પગલિક છે કેમ કે કર્મોથી સુખ-દુ:ખ આદિનો અનુભવ થાય છે. જેના સંબંધથી સુખદુઃખ આદિનો અનુભવ થાય છે તે પૌગલિક હોય છે, જેમ કે ભોજન 1. વિશેષાવશ્યકભાષ્ય, 1614. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org