________________
કર્મસિદ્ધાન્ત
૨૯૩
કારણે જે કારણો બન્ધનાં હોય છે તે જ મુક્તિનાં કારણો બની જાય છે તથા જે કારણો મુક્તિનાં હોય છે તે જ બન્ધનાં કારણો બની જાય છે કેમ કે વસ્તુતઃ મન જ બન્ધ અને મોક્ષનું કારણ છે. જગતમાં ઉ૫૨, નીચે, તિર્યક્ સર્વત્ર કર્મના સ્રોતો વિદ્યમાન છે. જ્યાં જીવની આસક્તિ હોય છે ત્યાં કર્મનો બન્ધ થાય છે. બે પ્રકારનાં (સામ્પરાયિક અર્થાત્ કષાયસહિત અને ઈર્યાપથિક અર્થાત્ કષાયરહિત) કર્મોને જાણીને, પાપના સ્રોતો અને મન-વચન-કાયાની પ્રવૃત્તિને (યોગને) સર્વતઃ જાણીને મેધાવી જ્ઞાનીએ (ભગવાન મહાવીરે) અનુપમ સંયમાનુષ્ઠાનનું (ક્રિયાનું) કથન કર્યું . પાપરહિત અહિંસાનો તેમણે સ્વયં આશ્રય લીધો તથા પાપજનક વ્યાપારથી બીજાઓને નિવૃત્ત કર્યા (અટકાવ્યા). સ્ત્રીઓને બધાં કર્મોનું મૂળ જાણીને તેમણે સ્ત્રીમોહનો પરિત્યાગ કર્યો. સાવધાનીપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓ કરતાં ગુણસમ્પન્ન મુનિના શરીરસ્પર્શથી કદાચ કોઈ પ્રાણી મરણ પામે તો તે શિથિલ પાપકર્મનો આ જ ભવમાં વેદાઈને સ્વતઃ ક્ષય થઈ જાય છે. આકુટ્ટિપૂર્વક અર્થાત્ હિંસાબુદ્ધિથી એટલે કે જાણીજોઈને હિંસાદિ કાર્ય કરતાં થનારું પાપકર્મ દૃઢ હોય છે જેનો ક્ષય આ ભવમાં પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો જ થઈ શકે છે. તાત્પર્ય એ કે કષાયરહિત ક્રિયા દ્વારા થતો કર્મબન્ધ દુર્બળ અને અલ્પાયુ હોય છે જ્યારે કષાયસહિત ક્રિયા દ્વારા થતો કર્મબન્ધ બળવાન અને દીર્ઘાયુ હોય છે. પ્રથમ પ્રકારનો બન્ધ ઈર્યાપથિક અને બીજા પ્રકારનો સામ્પરાયિક કહેવાય છે. સંયમમાં સંલગ્ન મેધાવી બધી જાતનાં પાપકર્મોનો નાશ કરી નાખે છે.” જે બીજાઓને પડતાં દુઃખોને જાણે છે તે વીર આત્મસંયમ રાખીને વિષયોમાં ન ફસાતો પાપકર્મોથી દૂર રહે છે. જે કર્મરહિત બની જાય છે તે બધા સાંસારિક વ્યવહારોથી મુક્ત થઈ જાય છે કેમ કે કર્મોથી જ ઉપાધિઓ ઉત્પન્ન થાય છે. તેથી હે ધીર પુરુષો ! તમે મૂલકર્મ (ઘાતી કર્મ) અને અગ્રકર્મને (અઘાતી કર્મને) પોતાના આત્માથી અલગ કરો. આ રીતે કર્મોને અલગ કરીને તમે કર્મરહિત અર્થાત્ મુક્ત બની જાઓ. આચારાંગના આ અને આના જેવા બીજા ઉલ્લેખોથી સ્પષ્ટ પ્રગટ થાય છે કે કર્મવાદના મૂળભૂત સિદ્ધાન્તોનું આ અંગસૂત્રમાં સંક્ષિપ્ત નિરૂપણ થયું છે. કર્મના આસ્રવ અને બન્ધ તથા સંવર અને નિર્જરાની સાથે જ સામ્પરાયિક અને ઈર્યાપથિક તથા ધાતી અને અઘાતી કર્મભેદોનો વિચાર કરવામાં ૧. બ્રુ. ૧, અ. ૫, ઉ. ૬.
૨. બ્રુ. ૧, અ. ૯, ઉ. ૧.
૩. શ્રુ. ૧, અ. પ, ઉ. ૪.
૪. બ્રુ. ૧, અ. ૩, ૯. ૨.
૫. બ્રુ. ૧, અ. ૩, ૯. ૧.
૬.
શ્રુ. ૧, અ. ૩, ૯. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org