________________
૨૯૨
જૈન ધર્મ-દર્શન
અનુસાર જ ફળ પ્રાપ્ત કરે છે એ સાચું પરંતુ આ ફલપ્રાપ્તિ સ્વતઃ થતી નથી પણ દેવાધિદેવ ઈશ્વર દ્વારા થાય છે. ઈશ્વર જીવોને પોતપોતાનાં કર્મોને અનુરૂપ જ ફળ આપે છે, પોતાને મનફાવે તેમ નથી આપતો. તે ન્યાયાધીશની જેમ વર્તે છે, સ્વેચ્છાચારીની જેમ વર્તતો નથી. આ માન્યતાનાં સમર્થક દર્શનોમાં ન્યાય-વૈશેષિક, સેશ્વર સાંખ્ય તથા વેદાન્તનો સમાવેશ થાય છે.
વૈદિક પરંપરામાં યજ્ઞ વગેરે અનુષ્ઠાનોને કર્મ કહેવામાં આવ્યાં છે પરંતુ તેમની તે જ વખતે સમાપ્તિ થઈ જવાથી તે અસ્થાયી અનુષ્ઠાનો સ્વયમેવ ફળ કેવી રીતે આપી શકે ? તેથી ફળ આપનાર માધ્યમના રૂપમાં એક અદૃષ્ટ પદાર્થની કલ્પના કરવામાં આવી જેને મીમાંસા દર્શનમાં ‘અપૂર્વ’ નામ આપવામાં આવ્યું છે. વૈશેષિક દર્શનમાં ‘અદૃષ્ટ’ એક આત્મગુણ મનાયો છે જેના ધર્મ અને અધર્મ બે ભેદ કરવામાં આવ્યા છે. ન્યાય દર્શનમાં ધર્મ અને અધર્મને ‘સંસ્કાર’ કહેવામાં આવેલ છે. જૈન અને બૌદ્ધ પરંપરાઓમાં તો કર્મની અદૃષ્ટ શક્તિનું નિરૂપણ પ્રારંભથી જ મળે છે. આ બન્ને પરંપરાઓનું મૂળ એક જ છે. તે બન્ને પરંપરાઓ કર્મપ્રધાન શ્રમણસંસ્કૃતિની બે ધારાઓ
છે.
--
જૈન આગમસાહિત્યમાં કર્મવાદ · જૈન કર્મવાદ પર અનેક આગમેતર સ્વતન્ત્ર ગ્રન્થો તો છે જ પરંતુ ઉપલબ્ધ આગમસાહિત્યમાં પણ આ વિષય ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. જો કે કર્મવિષયક એવાં અનેક પાસાં છે જેમના ઉ૫૨ આગમગ્રન્થોમાં વિશેષ વિચાર નથી થયો પરંતુ કર્મસિદ્ધાન્તની પાયાની વાતોનો એમનામાં અભાવ નથી. એમ તો પ્રાયઃ પ્રત્યેક આગમગ્રન્થમાં કોઈ ને કોઈ રૂપમાં કર્મવિષયક ચિન્તન મળે છે પરંતુ આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનમાં કર્મવાદ ઉપર વિશેષ સામગ્રી મળે
છે.
આચારાંગમાં કર્મબન્ધનાં કારણોનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે મેં કર્યું, મેં કરાવ્યું, મેં કરતી વ્યક્તિનું અનુમોદન કર્યું વગેરે ક્રિયાઓ અર્થાત્ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ કર્મબન્ધનાં કારણોછે. આસ્રવ અર્થાત્ કર્મબન્ધનાં જે કારણો છે તે જ કેટલીક વાર પરસવ અર્થાત્ કર્મબન્ધનાશનાં કારણો બની જાયછેઅને જે કારણો કર્મબન્ધનાશનાં છે તે જ કેટલીક વાર કર્મબન્ધનાં કારણો બની જાય છે. મનની વિચિત્રતાના
૧. શ્રુ. ૧,અ. ૧,ઉ. ૧.
૨. બ્રુ. ૧,અ. ૪, ૯. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org