________________
કર્મસિદ્ધાન્ત
૨૯૧
લોકો પાપકર્મ કરવામાં પ્રવૃત્ત થાય છે વગેરે ઉલ્લેખો વેદમન્ત્રોમાં સ્પષ્ટ છે. પૂર્વજન્મનાં પાપકર્મોમાંથી છૂટકારો મેળવવા માટે મનુષ્ય દેવોને પ્રાર્થના કરે છે. સંચિત તથા પ્રારબ્ધ કર્મોનું વર્ણન પણ વેદોમાં છે. આ જ પ્રમાણે દેવયાન અને પિતૃયાનનું વર્ણન તથા કેવી રીતે સારાં કર્મો કરનાર જીવો દેવયાન દ્વારા બ્રહ્મલોકમાં અને સાધારણ કર્મો કરનાર જીવો પિતૃયાન દ્વારા ચન્દ્રલોકમાં જાય છે એ વાતોનું વર્ણન પણ મન્ત્રોમાં છે. જીવ પૂર્વજન્મનાં નીચ કર્મોના ભોગ માટે કેવી રીતે વૃક્ષ, લતા આદિ સ્થાવ૨શરીરોમાં પ્રવેશે છે એનું વર્ણન પણ ઋગ્વેદમાં મળે છે. ‘મા વો મુઝેમાન્યજ્ઞાતમેનો’, ‘મા વા નો અન્યતં મુનેમ' આદિ મન્ત્રોથી જણાય છે કે એક જીવ બીજા જીવે કરેલાં કર્મોનો પણ ભોગ કરી શકે છે જેનાથી બચવા માટે સાધકે આ મન્ત્રોમાં પ્રાર્થના કરી છે. જો કે સામાન્યતઃ જે જીવ કર્મ કરે છે તે જ તેનું ફળ ભોગવે છે પરંતુ વિશેષ શક્તિના પ્રભાવે એક જીવના કર્મના ફળને બીજો જીવ પણ ભોગવી શકે છે.
ઉપર્યુક્ત બન્ને મતોને જોવાથી એવું જણાય છે કે વેદોમાં કર્મવિષયક માન્યતાઓનો અભાવ નથી પરંતુ યજ્ઞવાદ અને દેવવાદના પ્રભુત્વના કારણે કર્મવાદનું નિરૂપણ એકદમ ગૌણ બની ગયું છે. બીજી વાત એ કે કર્મ શું છે, કેવી રીતે ઉપાર્જિત થાય છે, કેવી રીતે છૂટે છે આદિ પ્રશ્નોનું સ્પષ્ટ સમાધાન વૈદિક સંહિતાઓમાં નથી. સંહિતાઓમાં અધિકાંશતઃ યજ્ઞકર્મને જ કર્મ માની લેવામાં આવેલ છે. તથા દેવોની સહાયતાની અત્યધિક અપેક્ષા રાખવામાં આવી છે. કર્મવાદનું જે રૂપ જૈન, બૌદ્ધ અને અન્ય ભારતીય દર્શનોમાં મળે છે તેનો વેદમાં નિઃસંદેહ અભાવ છે. જૈન દર્શનમાં પ્રતિપાદિત કર્મવ્યવસ્થા તો વેદોમાં શું કોઈપણ ભારતીય પરંપરામાં દેખાતી નથી. જૈન પરંપરા આ બાબતમાં સર્વથા નિરાળી છે, વિલક્ષણ છે.
કર્મવાદનો વિકાસ વૈદિક યુગમાં યજ્ઞવાદ અને દેવવાદ બન્નેનું પ્રાધાન્ય હતું. જ્યારે યજ્ઞ અને દેવની અપેક્ષાએ કર્મનું મહત્ત્વ વધવા લાગ્યું ત્યારે યજ્ઞવાદ અને દેવવાદના સમર્થકોએ આ બે વાદોનો સમન્વય કર્મવાદ સાથે કરવાની ચેષ્ટા કરી અને યજ્ઞને જ દેવ તથા કર્મ બનાવી દીધો તથા યજ્ઞ દ્વારા જ સમસ્ત ફળની પ્રાપ્તિ થાય છે એવું સ્વીકારી લીધું. આ માન્યતાનું દાર્શનિક રૂપ મીમાંસા દર્શન છે. વૈદિક પરંપરાએ યજ્ઞ અને દેવને આપેલા મહત્ત્વના કારણે તે પરંપરામાં યજ્ઞકર્મના વિકાસની સાથે સાથે દેવવિષયક વિચારણાનો પણ વિકાસ થયો. બ્રાહ્મણકાળમાં અનેક દેવોના સ્થાને એક પ્રજાપતિ દેવાધિદેવ તરીકે પ્રતિષ્ઠિત થયા. પ્રજાપતિવાદીઓએ પણ કર્મ સાથે પ્રજાપતિનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે પ્રાણી પોતાના કર્મ ૧. ભારતીય દર્શન (ઉમેશ મિશ્ર), પૃ. ૩૯-૪૧.
Jain Education International
――――――――
For Private & Personal Use Only
www.jainelibrary.org