________________
૨૯૦.
જૈન ધર્મ-દર્શન તત્ત્વમાં માનીને જ સંતોષ માન્યો. તેમનામાંથી કોઈએ કલ્પના કરી કે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ એક ભૌતિક તત્ત્વ છે. કોઈએ અનેક ભૌતિક તત્ત્વોને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ માન્યું. કોઈએ પ્રજાપતિને સૃષ્ટિની ઉત્પત્તિના કારણ તરીકે સ્વીકાર્યા. વૈદિક યુગનું સમસ્ત ચિન્તન દેવ અને યજ્ઞની પરિધિમાં સીમિત રહ્યું. પહેલાં અનેક દેવોની અને પછી એક દેવની મહત્તા સ્થાપિત કરવામાં આવી. પોતાના સુખ માટે તથા શત્રુઓના વિનાશ માટે દેવસ્તુતિની સહાયતા લેવામાં આવી અને સજીવ તથા નિર્જીવ વસ્તુઓની આહુતિ યજ્ઞમાં આપવામાં આવી. આ માન્યતા સંહિતાકાળથી શરૂ કરી બ્રાહ્મણકાળ સુધી વિકસી. દેવોને પ્રસન્ન કરી પોતાની મનોકામના પૂરી કરવાના સાધનભૂત યજ્ઞકર્મનો ક્રમશઃ વિકાસ થયો તથા યજ્ઞ કરવાની પ્રક્રિયા ધીરે ધીરે જટિલ બનતી ગઈ. ૧
આરણ્યક અને વિશેષતઃ ઉપનિષદકાળમાં દેવો અને યજ્ઞકર્મોની મહત્તાનો અન્ન નિકટ આવતો ગયો. આ યુગમાં એવા વિચારો ઉત્પન્ન થવા લાગ્યા જેમનો સંહિતાગ્રન્થો અને બ્રાહ્મણગ્રન્થોમાં અભાવ હતો. આ વિચારોમાં કર્મવિષયક અર્થાત અષ્ટવિષયક નૂતન ચિન્તન દેખાવા લાગે છે. ઉપનિષદોથી પહેલાંના કાળના વૈદિક ગ્રન્થોમાં કર્મવિષયક ચિન્તનનો અભાવ છે. તેમનામાં અદષ્ટરૂપ કર્મ સ્પષ્ટપણે દેખાતું નથી. એટલું જ નહિ પણ કર્મને વિશ્વવૈચિત્ર્યનું કારણ માનવાની બાબતે ઉપનિષદો પણ એકમત નથી. શ્વેતાશ્વતર ઉપનિષના પ્રારંભમાં વિશ્વવૈચિત્ર્યનાં જે અનેક કારણોનો ઉલ્લેખ છે તેમનામાં કર્મનો સમાવેશ નથી. ત્યાં કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, ભૂત અને પુરુષનો જ નિર્દેશ છે.
જેઓ માને છે કે વેદો અર્થાત સંહિતાગ્રન્થોમાં કર્મવાદનો ઉલ્લેખ છે તેઓ કહે છે કે કર્મવાદ, કર્મગતિ આદિ શબ્દો ભલે વેદોમાં નહી પરંતુ વેદોમાં કર્મવાદનો ઉલ્લેખ જ નથી એવી ધારણા સર્વથા નિર્મળ છે. કર્મવાદ સાથે સંબંધ ધરાવતા જે મિત્રો ઋગ્યેદસંહિતામાં છે તે નીચે પ્રમાણે છે :
શુભસ્પતિઃ (શુભ કર્મોના રક્ષક), ધિયસ્પતિ (સત્કર્મોના રક્ષક), વિચષણિક તથા વિશ્વચર્ષિણિઃ (શુભ અને અશુભ કર્મોના દ્રષ્ટા), વિશ્વસ્ય કર્મણો ધર્તા (બધાં કર્મોનો આધાર) આદિ પદોનો દેવોના વિશેષણો તરીકે પ્રયોગ થયો છે. કેટલાક મિત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શુભ કર્મો કરવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. જીવ અનેક વાર આ જગતમાં પોતાના કર્મ અનુસાર ઉત્પન્ન થાય છે તથા મૃત્યુ પામે છે. વામદેવે પોતાનાં અનેક પૂર્વજન્મોનું વર્ણન કર્યું છે. પૂર્વજન્મનાં દુષ્ટ કર્મોના કારણે
૧. આત્મમીમાંસા, પૃ. ૭૯-૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org