________________
કર્મસિદ્ધાન્ત
કર્મ, આત્મા અને શરીર
કર્મ મૂર્ત તથા આત્મા અમૂર્ત છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્મા સાથે સમ્બદ્ધ કેવી રીતે થઈ શકે ? મૂર્ત દ્વારા અમૂર્તનો ઉપકાર યા ઉપઘાત કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે. જેમ જ્ઞાન આદિ અમૂર્ત છે તથાપિ મદિરા, વિષ આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા તેમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પૌષ્ટિક મૂર્ત પદાર્થો દ્વારા તેમનો ઉપકાર થાય છે તેમ મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્માનો ઉપઘાત યા ઉપકાર થાય છે.' અથવા સંસારી આત્મા એકાન્તતઃ અમૂર્ત નથી. જીવ અને કર્મનો અનાદિકાલીન સંબંધ હોવાના કારણે અમુક અંશે જીવ પણ કર્મપરિણામરૂપ છે એટલે તે તે રૂપમાં મૂર્ત પણ છે. આમ મૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મ સમ્બદ્ધ થઈ શકે છે તથા કર્મ આત્માનો ઉપઘાત અને ઉપકાર કરી શકે છે.
જેવી રીતે આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે તેવી રીતે શરીર અને કર્મનો સંબંધ પણ અનાદિ છે. શરીર અને કર્મમાં પરસ્પર કાર્યકારણભાવ છે. જેમ બીજથી અંકુરની અને અંકુરથી બીજની ઉત્પત્તિ થાય છે અને આ રીતે બીજાંકુ૨સંતતિ અનાદિકાલીન સિદ્ધ થાય છે તેમ શરીરથી કર્મનો તથા કર્મથી શ૨ી૨નો ઉદ્ભવ થાય છે અને શરીર-કર્મની પરંપરા અનાદિકાલીન પ્રમાણિત થાય છે. આ રીતે કર્મ, આત્મા અને શરીરનો સંબંધ અનાદિ છે.
3
આગમસાહિત્યમાં કર્મવાદ
કર્મવાદની ઐતિહાસિક સમીક્ષા કરવા માટે એ આવશ્યક છે કે સૌપ્રથમ વેદકાલીન કર્મવિષયક માન્યતાનો વિચાર કરવામાં આવે કેમ કૈં ઉપલબ્ધ સમસ્ત સાહિત્યમાં વેદ પ્રાચીનતમ છે. વૈદિક કાલના ઋષિઓને કર્મવાદનું જ્ઞાન હતું કે નહિ, આ અંગે બે મત છે. કેટલાક વિદ્વાનોની ધારણા છે કે વેદોમાં અર્થાત્ સંહિતાગ્રન્થોમાં કર્મવાદનો ઉલ્લેખ નથી. તેનાથી ઊલટું અન્ય વિદ્વાનો માને છે કે સંહિતાગ્રંથોના રચનાર ઋષિઓ કર્મવાદથી પરિચિત હતા.
વેદોમાં કર્મવાદ જેઓ માને છે કે વેદોમાં કર્મવાદનો વિચાર થયો નથી તેમનું કહેવું છે કે વૈદિક કાળના ઋષિઓએ પ્રાણીઓમાં વિદ્યમાન વૈવિધ્ય અથવા વૈચિત્ર્યનો અનુભવ અવશ્ય કર્યો પરંતુ તેમણે તેનું કારણ અન્તરાત્મામાં ખોજવાને બદલે બાહ્ય
૧. એજન, ૧૬૩૭.
૨. એજન,૧૬૩૮.
૩. એજન, ૧૬૩૯.
૨૮૯
19
Jain Education International
―
For Private & Personal Use Only
www.jainelibrary.org