________________
૨૮૮
જૈન ધર્મ-દર્શન કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરનારો ત્રીજો તર્ક આ પ્રમાણે છે : દાન આદિરૂપ ક્રિયાનું કોઈ ફળ અવશ્ય હોવું જોઈએ કેમ કે તે સચેતન વ્યક્તિકૃત ક્રિયા છે, જેમ કે કૃષિ. દાનાદિરૂપ ક્રિયાનું જે ફળ છે તે જ કર્મ છે. અહીં કોઈ એ પ્રશ્ન ઉઠાવી શકે છે જેમ કૃષિ આદિ ક્રિયાનાં દૃષ્ટ લ ધાન્ય આદિ છે તેમ જ દાન આદિ ક્રિયાનાં પણ દષ્ટ ફલ મન પ્રસાદ આદિ કેમ ન મનાય? આ દૃષ્ટ ફલને છોડી કર્મરૂપ અદૃષ્ટ ફલની સત્તાને સ્વીકારવાથી શો લાભ? આના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે મનઃપ્રસાદ પણ એક જાતની ક્રિયા છે, તેથી સચેતનની અન્ય ક્રિયાઓની જેમ તેનું પણ ફળ માનવું જોઈએ. તે જ ફળ કર્મ છે.' કર્મનું મૂર્તત્વ
શરીર આદિ મૂર્ત હોવાના કારણે તેમના નિમિત્તભૂત કર્મ પણ મૂર્ત હોવાં જોઈએ, આ તકનો સ્વીકાર કરતાં જૈન દર્શને કર્મને મૂર્ત માન્યાં છે. જેમ પરમાણુઓનાં ઘટ આદિ કાર્યો મૂર્તિ છે એટલે પરમાણુઓ પણ મૂર્તિ છે તેમ કર્મનાં શરીર આદિ કાર્યો મૂર્તિ છે એટલે કર્મ પણ મૂર્તિ છે. કર્મના મૂર્તત્વને સિદ્ધ કરનારા કેટલાક તાર્કિક હેતુઓ નીચે મુજબ છે :
કર્મ મૂર્તિ છે કેમ કે તેની સાથે સંબંધ થતાં સુખ આદિનો અનુભવ થાય છે, જેમ ભોજન આદિ સાથે સંબંધ થતાં સુખ આદિનો અનુભવ થાય છે તેમ. જે અમૂર્ત હોય છે તેની સાથે સંબંધ થતાં સુખ આદિનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ.
કર્મ મૂર્તિ છે કેમ કે તેની સાથેના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે, જેમ અગ્નિ સાથેના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે તેમ. જે અમૂર્ત હોય છે તેની સાથેના સંબંધથી વેદનાનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ.
કર્મ મૂર્તિ છે કેમ કે કર્મમાં બાહ્ય પદાર્થોથી બલાધાન થાય છે, ઘટની જેમ. જેવી રીતે ઘટ આદિ મૂર્ત વસ્તુઓ ઉપર તેલ આદિબાહ્ય પદાર્થોનું વિલેપન કરવાથી તેમનામાં બલાધાન થાય છે અર્થાત્ સ્નિગ્ધતા આદિની ઉત્પત્તિ થાય છે તેવી જ રીતે કર્મમાં પણ માલા, ચન્દન, વનિતા આદિ બાહ્ય પદાર્થોના સંસર્ગથી બલાધાન થાય છે અર્થાત્ ઉદ્દીપન વગેરેની ઉત્પત્તિ થાય છે. તેથી કર્મ મૂર્તિ છે.
૧. એજન, ૧૬૧૫-૧૬૧૬. ૨. એજન, ૧૬૨૫. ૩. એજન, ૧૬૨૬-૧૬૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org