________________
૩૧૦
જૈન ધર્મ-દર્શન
જીવને જુદી જુદી જાતનાં અનુકૂળ અને પ્રતિકૂળ ફળો આપે છે. આ પ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે છે -(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય આ ચાર ઘાતી પ્રકૃતિઓ છે કેમ કે તેઓ આત્માના ચાર મૂળ ગુણોનો (જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો) ઘાત કરે છે. બાકીની ચાર પ્રકૃતિઓ અધાતી છે કેમ કે આત્માના કોઈ ગુણનો ઘાત આ પ્રકૃતિઓ કરતી નથી. એટલું જ નહિ, આ અઘાતી પ્રકૃતિઓ આત્માને એવું રૂપ આપે છે જે તેનું પોતાનું નથી પણ પૌદ્ગલિકભૌતિક છે. જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણનો ઘાત કરે છે. દર્શનાવરણથી આત્માના દર્શનગુણનો ઘાત થાય છે. મોહનીય સુખની - આત્મસુખની - પરમસુખની - શાશ્વતસુખની ઘાતક છે. અન્તરાયથી વીર્ય અર્થાત્ શક્તિનો ઘાત થાય છે. વેદનીય અનુકૂળ અને પ્રતિકૂળ વેદનનું અર્થાત્ સુખદુઃખનું કારણ છે. આયુથી આત્માને નારક આદિ વિવિધ ભવોની પ્રાપ્તિ થાય છે. નામના કારણે જીવને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિ પ્રાપ્ત થાય છે. ગોત્ર જીવના ઉચ્ચત્વ-નીચત્વનું કારણ છે.
wwwwww
--
જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે — (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય,(૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મન:પર્યય- મન:પર્યવ- અથવા મનઃપર્યાયજ્ઞાનવિરણીય, અને (૫) કેવલજ્ઞાનાવરણીય. મતિજ્ઞાનાવરણીય કર્મ મતિજ્ઞાન અર્થાત્ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનારા જ્ઞાનને ઢાંકી દે છે, રૂંધે છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ શ્રુતજ્ઞાનનો અર્થાત્ શાસ્ત્રો અથવા શબ્દોના પઠન યા શ્રવણથી ઉત્પન્ન થનારા જ્ઞાનનો નિરોધ કરે છે. અવધિજ્ઞાનાવરણીય કર્મ અવધિજ્ઞાનને અર્થાત્ ઇન્દ્રિય તથા મનની સહાયતા વિના ઉત્પન્ન થનારા રૂપી દ્રવ્યોના જ્ઞાનને આવૃત કરે છે. મનઃપર્યાયજ્ઞાનાવરણીય કર્મ મનઃપર્યાયજ્ઞાનને અર્થાત્ ઇન્દ્રિય અને મનની સહાયતા વિના સંજ્ઞી – સમનસ્ક - મનવાળા જીવોના મનોગત ભાવોને જાણનારા જ્ઞાનને ઢાંકી દે છે, રૂંધે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મ કેવલજ્ઞાનને અર્થાત્ લોકના અતીત વર્તમાન અને અનાગત સમસ્ત પદાર્થોને યુગપત્ — એક સાથે · જાણનારા જ્ઞાનને આવૃત
――――
કરે છે.
દર્શનાવરણીય કર્મની નવ ઉત્તરપ્રકૃતિઓ છે - (૧) ચક્ષુર્દર્શનાવરણીય, (૨) અચક્ષુર્દર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા,(૭) પ્રચલા, (૮) પ્રચલાપ્રચલા અને (૯) સ્યાનÁિ અથવા સ્યાનગૃદ્ધિ. આંખ દ્વારા પદાર્થોના સામાન્ય ધર્મના ગ્રહણને ચક્ષુર્દર્શન કહે છે. તેમાં પદાર્થનો સાધારણ આભાસમાત્ર થાય છે. ચક્ષુર્દર્શનને આવૃત કરનારું કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org