________________
પહેલું અધ્યયન જેન પરંપરાનો ઇતિહાસ
ભારતીય સંસ્કૃતિ પોતાની વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે. તેમાં બે ધારાઓ પ્રવાહિત થઈ છે–શ્રમણ અને બ્રાહ્મણ. બ્રાહ્મણ ધારા અંતર્ગત વૈદિક, આર્ય અથવા હિન્દુ પરંપરાઓ આવે છે તથા શ્રમણ ધારામાં જૈન, બૌદ્ધ અને બીજી તાપસી અથવા યૌગિક પરંપરાઓ સમાવેશ પામે છે. બ્રાહ્મણ મતાનુયાયીઓ વેદ તથા વૈદિક સાહિત્યને પ્રમાણભૂત માને છે. જૈનો અને બૌદ્ધોને પોતપોતાના સિદ્ધાન્તઝળ્યો છે, તેમને તેઓ પ્રમાણ તરીકે સ્વીકારે છે. જૈનધર્મ
જૈનધર્મ જગતના પ્રાચીનતમ ધર્મોમાંનો એક છે. તે ભારતનો એક અતિ પ્રાચીન તથા સ્વતંત્ર ધર્મ છે. એ ધારણા બિલકુલ જખોટી છે કે મહાવીર તેના સંસ્થાપક હતા. મહાવીરના પૂર્વવર્તી પાર્શ્વનાથને પણ તેના જન્મદાતા ન કહી શકાય. તેવી જ રીતે એ પણ કહેવું સાચું નથી કે જૈનધર્મનો ઉદ્ભવ વૈદિક ધર્મની પ્રતિક્રિયાના રૂપમાં થયો છે. હકીકતમાં તો જૈનધર્મ પૂર્ણતઃ સ્વતન ધર્મ છે. એક રીતે તો તે વૈદિક ધર્મથી પણ પુરાણો છે. જૈન સંસ્કૃતિ, જે અત્યારે ભારતમાં શ્રમણધારાનું પ્રતિનિધિત્વ કરે છે તે, પોતાના નિષેધાત્મકરૂપમાં અવૈદિક, અનાર્થ તથા અબ્રાહ્મણ છે. તેને તેની પોતાની વિશેષતાઓ છે. સ્મરણાતીત કાળથી આ ભારતભૂમિ પર તે પોતાનો વિકાસ અને વિસ્તાર કરી રહી છે. મોહેનજોદડો તથા હડપ્પાની સિમ્પસભ્યતા જૈન સંસ્કૃતિની પ્રાચીનતા પર પર્યાપ્ત પ્રકાશ નાખે છે. ભારતીય સંસ્કૃતિની બન્ને ધારાઓ એકબીજીને પ્રભાવિત કરતી રહી છે એ વાતનો નિષેધ નહિ કરી શકાય. હકીકતમાં ભારતીય સંસ્કૃતિ એક સમન્વિત સંસ્કૃતિ છે જેના વિકાસમાં બન્ને ધારાઓએ – શ્રમણ અને બ્રાહ્મણ બન્ને ધારાઓએ—પોતપોતાનો ફાળો આપ્યો છે. એ સાચું છે કે બન્ને ધારાઓમાં ઘણી બધી સમાનતાઓ છે, કિન્તુ એ પણ ખોટું નથી કે બન્નેને પોતપોતાની વિશેષતાઓ અને વિભિન્નતાઓ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org