________________
જૈન ધર્મ-દર્શન પ્રતિભાવાદ અને દિગમ્બરત્વ
સિમ્પસભ્યતાનો સમય ઈ.સ. પૂર્વ ૩૦૦૦મનાય છે. આ સભ્યતા વૈદિક કાળમાં પ્રચલિત આર્ય સભ્યતાથી જુદી છે. તુલનાના આધારે જણાય છે કે આ બન્ને સભ્યતાઓ વચ્ચે તાદાભ્યનો સંબંધ ન હતો. વૈદિક ધર્મ સામાન્યપણે અમૂર્તિવાદી છે, પરંતુ મોહેનજોદડો તથા હડપ્પામાં મૂર્તિવાદની ઝલક સ્પષ્ટદેખાય છે. મોહેનજોદડોના ઘરોમાં વેદિકાનો અભાવ દેખાય છે. વળી, ત્યાં સાથે સાથે જ ઘણાં નગ્ન ચિત્રો તથા નગ્ન મૂર્તિઓ પણ મળી છે જેમને તપસ્વી યોગીઓનાં ચિત્રો યા તેમની મૂર્તિઓ માની શકાય. મૂર્તિવાદ અને નગ્નતા જૈન સંસ્કૃતિની પ્રમુખ વિશેષતાઓ છે.
મોહેનજોદડોની નગ્ન મૂર્તિઓ ઉપરથી એ સ્પષ્ટ સૂચિત થાય છે કે સિન્થસભ્યતાના લોકો કેવળ યોગની સાધના જ કરતા ન હતા પરંતુ યોગીઓની પ્રતિમાઓની પૂજા પણ કરતા હતા. ત્યાં મુદ્રાઓ ઉપર અંકિત ચિત્રોમાં બેઠેલા દેવોની સાથે સાથે ઊભા રહેલા દેવોનાં પણ ચિત્રો છે જે કાયોત્સર્ગ અવસ્થાને દર્શાવે છે. આ અવસ્થા વિશેષતઃ જૈન યોગ અથવા ધ્યાનની અવસ્થા છે. અહંતોના અનુયાયીઓ
મહાવીર અને બુદ્ધની પહેલાં પણ એવા સમ્પ્રદાયો હતા જેમની આસ્થા વેદોમાં ન હતી. મહાવીર અને બુદ્ધના જન્મ પહેલાં પણ અહ તથા અહચૈત્યો હતાં. તે અહિતોના અનુયાયીઓ “વાત્ય' નામે ઓળખાતા હતા. તેમણે ગણતત્ર રાજ્યની પ્રથા અપનાવી હતી. તેમનાં ધર્મસ્થાનો અવૈદિક પૂજન તથા ધાર્મિક પથના પ્રદર્શક હતાં. તે અહિંસક હતા અને તેમની પ્રથાઓ બલિવિહીન હતી. આ તે જ લોકો હતા જેમની સાથે આર્યોને ભારતવર્ષમાં વસવાટ કરવા માટે ઝૂઝવું પડ્યું હતું. વૈદિક કાળમાં કેટલાક સંતો “યતિ' કહેવાતા હતા. સંભવતઃ આ યતિઓ અવૈદિક મતને માનનારા અર્થાત શ્રમણ સમાજના સભ્યો રહ્યા હશે. આ ઉપરાંત કેટલાક નગ્ન સાધુઓનાં પણ વર્ણનો મળે છે જેમના ઉપરથી કઠિન સંન્યાસસાધનાનું અનુમાન થાય છે. એવા લોકો કે જેમણે ત્યાગને પસંદ કર્યો અને સાંસારિક સુખોને તિલાંજલિ આપી દીધી તેઓ શ્રમણ સમાજ અથવા અવૈદિક સમાજના મજબૂત સ્તંભો હતા. બ્રાહ્મણ મત આનાથી તદ્દન ભિન્ન હતો. તેમાં દીર્ધાયુ, વીર સત્તાન, ધન, શક્તિ, ખાદ્ય અને પેયની વિપુલતાની તથા વિપક્ષીઓના પરાજયની કામના કરવામાં આવતી હતી. તેથી એવું જણાય છે કે પ્રારંભમાં ત્યાગના સિદ્ધાન્તનો બ્રાહ્મણ અથવા આર્ય સમાજ સાથે સંબંધ ન હતો. જૈન સંસ્કૃતિ તથા દ્રાવિડ સંસ્કૃતિ
જૈન સંસ્કૃતિ તથા પ્રાર્વેદિક દ્રાવિડ સંસ્કૃતિ વચ્ચે અનેક સમાનતાઓ જોવા મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org