________________
જૈન પરંપરાનો ઇતિહાસ છે. બન્ને સરળ, સ્પષ્ટ અને નિરાશાવાદી દૃષ્ટિકોણવાળી સંસ્કૃતિઓ છે. જૈનધર્મ નિરાશાવાદી છે અર્થાત્ દુનિયા દુ:ખપૂર્ણ છે એમાં વિશ્વાસ કરે છે. વૈદિક આશાવાદમાં આ જાતની માન્યતા નથી. જૈનધર્મ તથા દ્રાવિડ ધર્મ બન્ને અનીશ્વરવાદને માને છે તેમ જ આત્મા અને ભૌતિક પદાર્થો વચ્ચેના દ્વાદને સ્વીકારે છે. બન્ને પુનર્જન્મ અને કર્મવાદના સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરે છે. પ્રારંભમાં બ્રાહ્મણોને આ બન્ને સિદ્ધાન્તોની જાણકારી હતી એમ કહી શકાતું નથી. તેથી વિદ્વાનો એવું માને છે કે સિન્થસભ્યતાના લોકો દ્રાવિડ હતા. મોહેનજોદડોના નિવાસીઓ દ્રાવિડ હતા, તેમની ભાષા અને સંસ્કૃતિ પણ દ્રાવિડ જ હતી. જૈનધર્મ તથા બૌદ્ધધર્મ
જૈનધર્મ અને બૌદ્ધધર્મ શ્રમણ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. જો જૈન અને બૌદ્ધ સ્રોતોના આધારે જૈનધર્મની પ્રાચીનતાને આંકવાનો પ્રયાસ કરવામાં આવે તો એ સ્પષ્ટપણે જણાશે કે જૈનધર્મ બૌદ્ધધર્મથી પ્રાચીન છે. બૌદ્ધ પિટકગ્રન્થોના ‘નિગણ્ય નાટપુત્ત' જૈનધર્મના અન્તિમ તીર્થકર મહાવીર જ છે. તેમના નિર્વાણનું સ્થાન પાવા દર્શાવવામાં આવ્યું છે. બૌદ્ધમતાનુયાયીઓએ જૈનોને પોતાના પૂર્વસંગઠિત પ્રતિદ્વન્દી માન્યા છે. બુદ્ધ સત્યની ખોજ માટે અનેક પ્રયોગો કર્યા હતા પરંતુ મહાવીરના જીવનમાં એવી વાત મળતી નથી. તેમણે તો પુરાણા નિર્ઝન્થ ધર્મને અપનાવ્યો અને તેનો ઉપદેશ આપ્યો.
દીઘનિકાયના સામગ્ગફલસુત્તમાં નિર્ચન્થ ધર્મના ચાતુર્યામનો ઉલ્લેખ મળે છે. તે ઉપરથી પ્રગટ થાય છે કે બૌદ્ધોને જૈન પરંપરાની જાણકારી હતી. ભગવાન મહાવીરની પહેલાં થયેલા ભગવાન પા ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો હતો. મહાવીરે તેનું અનુસરણ કર્યું પરંતુ તેમણે તેમાં એક વ્રત ઉમેરીને તેને પંચયામનું અર્થાત્ પંચવ્રતનું રૂપ આપ્યું, આ વસ્તુ જૈનોના ઉત્તરાધ્યયનસૂત્ર(અ.૨૩)થી સ્પષ્ટ થાય છે. આ આગમગ્રન્થમાં પાર્શ્વના અનુયાયી કેશી તથા મહાવીરના અનુયાયી ગૌતમની વચ્ચે થયેલા વાર્તાલાપનું ઘણું જ રોચક વર્ણન છે. તેમાં બન્ને પક્ષોના નેતાઓએ પોતપોતાના ધર્મગુરુઓના સિદ્ધાન્તોને જાણ્યા અને સમજ્યા. તેમણે ચાતુર્યામ તથા પંચવ્રતનું વ્યાખ્યાન કર્યું અને એ સ્વીકાર્યું કે હકીકતમાં આ બન્ને (પાર્થ અને મહાવીરના) સિદ્ધાન્તો એક જ છે. પાર્શ્વની ઐતિહાસિકતા
ભગવાન પાર્શ્વની ઐતિહાસિકતાને હવે નિર્વિરોધ નિર્વિવાદ સ્વીકારી લેવામાં આવી છે. મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલાં પાર્જ થયા હતા. તેમનો જન્મ વારાણસીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org