________________
જૈન ધર્મ-દર્શન રાજા અશ્વસેન અને રાણી વામાના પુત્ર તરીકે થયો હતો. ૩૦ વર્ષની ઉંમરે ઘરબાર છોડીને તેમણે સંન્યાસ લીધો અને ૮૩ દિવસો સુધી લગાતાર તપસ્યા કરતા રહ્યા. ૮૪મા દિવસે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ૭૦ વર્ષ સુધી તેમણે ઉપદેશ આપ્યો તથા ૧૦૦ વર્ષની ઉંમરે તેઓ સમેતશિખર ઉપર મોક્ષ પામ્યા.
ભગવાન પાર્શે ઉપદેશેલા ચાર વ્રત આ છે – હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી અને ધનનો સંચય ન કરવો. જો કે આમાં બ્રહ્મચર્ય વ્રતનો પણ સમાવેશ થઈ જાય છે છતાં પાર્શ્વ અને મહાવીરની વચ્ચેના ૨૫૦વર્ષના ગાળામાં શિથિલતાઓ અને નબળાઈઓ એટલી બધી વધી ગઈ કે મહાવીરને પૂર્વપ્રતિષ્ઠિત ચાર વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અલગથી ઉમેરવું પડ્યું. આમ ભગવાન મહાવીરે ઉપદેશેલા વ્રતોની સંખ્યા ચારના બદલે પાંચ થઈ ગઈ. નેમિનાથ અને અન્ય તીર્થંકર
ભગવાન પાર્શ્વની પહેલાં થઈ ગયેલા નેમિનાથ અથવા અરિષ્ટનેમિ કૃષ્ણના કાકાના દીકરા ભાઈ હતા. જો કૃષ્ણની ઐતિહાસિકતા સ્વીકારવામાં આવતી હોય તો નેમિનાથને પણ ઐતિહાસિક પુરુષ માનવા જોઈએ. નેમિનાથ સૌર્યપુરના અન્ધકવૃષ્ણિના પૌત્ર અને સમુદ્રવિજયના પુત્ર હતા. દ્વારકાના રાજા ઉગ્રસેનની સુપુત્રી રાજુમતી સાથે કૃષ્ણ નેમિનાથના વિવાહ નક્કી કર્યા હતા. નેમિનાથે રૈવત (ગિરનાર) પર્વત પર મુક્તિ પ્રાપ્ત કરી હતી. એવી જૈન પરંપરા છે કે નેમિનાથના પહેલાં ૨૧ તીર્થંકરો બીજા થયા હતા જેમાં ઋષભદેવ પ્રથમ હતા. તે મહાન આત્માઓની ઐતિહાસિકતાની સ્થાપના કરવાનું કામ આસાન નથી. મહાવીર
મહાવીર ૨૪મા અર્થાત્ અન્તિમ તીર્થકર હતા. પાલિ ગ્રન્થો અનુસાર બુદ્ધ મહાવીરના સમકાલીન હતા પરંતુ તે બન્નેનો કદી મેળાપ થયો ન હતો. પ્રારંભના પ્રાકૃત ગ્રન્થોમાં બુદ્ધનો નામોલ્લેખ થયો નથી. તે ઉપરથી જણાય છે કે મહાવીર અને તેમના અનુયાયીઓએ બુદ્ધના વ્યક્તિત્વને વિશેષ મહત્ત્વ આપ્યું નથી. પરંતુ પાલિ ત્રિપિટકમાં મહાવીરને બુદ્ધકાલીન છ તીર્થકરોમાંના એક માનવામાં આવ્યા છે. તેથી જણાય છે કે મહાવીર એક પ્રભાવશાળી પુરુષ અને અગ્રગણ્ય શ્રમણ હતા.
શ્વેતામ્બર જૈન પરંપરા અનુસાર મહાવીર વિક્રમ સંવતથી ૪૭૦ વર્ષ પહેલાં મુક્ત થયા હતા અને દિગમ્બર જૈન પરંપરા અનુસાર તેઓ શક સંવતથી ૬૦૫ વર્ષ પહેલાં મોક્ષ પામ્યા હતા. આ બેમાંથી કોઈ પણ ગણનાના આધારે મહાવીરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org