________________
૨૩૨
જૈન ધર્મ-દર્શન
સર્વથા મિથ્યા કહેવો એ તો વસ્તુની પૂર્ણતાને ખંડિત કરી ગણાય. પરસ્પર વિરોધી પ્રતીત થતા ધર્મો અવશ્ય એકબીજાના વિરોધી છે પરંતુ સંપૂર્ણ વસ્તુના વિરોધી નથી. વસ્તુ તો બન્નેને એકસરખી રીતે સમાનપણે આશ્રય આપે છે. આ દૃષ્ટિ જ સ્યાદ્વાદ છે, અનેકાન્તવાદ છે, સાપેક્ષવાદ છે. પરસ્પર વિરોધી જણાતા ધર્મોનો સમન્વય કેવી રીતે થઈ શકે છે ? પદાર્થમાં તે ધર્મો કેવી રીતે રહે છે ? આપણી પ્રતીતિ સાથે તેમનું શું સામ્ય છે ? વગેરે પ્રશ્નોનો વિચાર આગમોના આધારે આપણે કરીએ.
નિત્યતા અને અનિત્યતા
બુદ્ધના વિભાવાદનું સ્વરૂપ આપણે જોઈ ગયા છીએ. કંઈક આવા જ પ્રશ્નો છે જે પ્રશ્નોને બુદ્ધે અવ્યાકૃત કહ્યા છે. તે પ્રશ્નો વિભયવાદ અન્તર્ગત આવતા નથી. આવા પ્રશ્નોના ઉત્તરમાં બુદ્ધે ન તો ‘હા’ કહી કે ન તો ‘ના’ કહી. લોકની નિત્યતા અને અનિત્યતા અંગેના પ્રશ્નની બાબતમાં પણ બુદ્ધનો આ જ દૃષ્ટિકોણ છે. મહાવીરે આવા પ્રશ્નો અંગે મૌન ધારણ કરવું ઉચિત ન માન્યું. તેમણે એ પ્રશ્નોના વિવિધ પ્રકારે ઉત્તરો આપ્યા. લોક નિત્ય છે કે અનિત્ય ? આ પ્રશ્નનો ઉત્તર મહાવીરે આ રીતે આપ્યો –
૧
-
જમાલિ ! લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. ત્રણે કાળોમાં એવો એક પણ ક્ષણ નથી મળી શકતો જ્યારે લોક ન હોય, તેથી લોક શાશ્વત છે.
લોક સદા એકરૂપ જ નથી રહેતો. તે અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં પરિવર્તન પામતો રહે છે. તેથી લોક અશાશ્વત પણ છે.૨
મહાવીરે પ્રસ્તુત પ્રશ્નનો બે દૃષ્ટિએ ઉત્તર આપ્યો છે. લોક હમેશાં કોઈ ને કોઈ રૂપમાં રહે જ છે; તેથી તે નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, અપરિવર્તનશીલ છે. લોક હમેશાં એકરૂપ નથી રહેતો. તેમાં કયારેક સુખની માત્રા વધી જાય છે તો ક્યારેક દુઃખની માત્રા વધી જાય છે. કાલભેદે લોકમાં વિવિધરૂપતા આવતી રહે છે. તેથી લોક અનિત્ય છે, અશાશ્વત છે, અસ્થિર છે, પરિવર્તનશીલ છે, અવ છે, ક્ષણિક છે.
સાન્નતા અને અનન્તતા
લોકની સાન્તતા અને અનન્તતાના પ્રશ્નને લઈને પણ મહાવીરે આ પ્રકારે સમાધાન કર્યું છે.
૧. મઝિમનિકાય, ચૂલમાલુંક્યસુત્ત.
२. असासए लोए जमाली ! जओ ओसप्पिणी भवित्ता उस्सप्पिणी भवइ, उस्सप्पिणी વિત્તા ઓખિળી મવદ્ । –ભગવતીસૂત્ર, ૯.૬.૩૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org