________________
સાપેક્ષવાદ
૨ ૩૧ સમર્થન કરનારા તર્કના સામર્થ્યમાં વિશ્વાસ રાખે છે. તેઓ કહે છે કે તર્ક દ્વારા બધું જ જાણી શકાય છે. જગતનો કોઈ પણ પદાર્થ તર્કને અગમ્ય નથી. આ વાદનો વિરોધ કરનારા અહેતુવાદીઓ કહે છે કે તર્ક વડે તત્ત્વનો નિર્ણય લઈ શકતો જ નથી. તત્ત્વ તર્કગમ્ય નથી. એકાન્તવાદની છત્રછાયામાં પુષ્ટ થનારા આ વાદો હમેશાં દ્વન્દ્રના રૂપમાં મળે છે. જ્યાં એક પ્રકારનો એકાન્તવાદ ખડો થાય છે ત્યાં તેનો વિરોધી એકાન્તવાદ તરત જ સામનો કરવા ખડો થઈ જાય છે. બન્નેની ટક્કર શરૂ થવામાં વાર નથી લાગતી. આ તો એકાન્તવાદનો સ્વભાવ છે. તેના વિના એકાન્તવાદ પુષ્ટ થતો નથી, ખીલતો નથી.
એકાત્તવાદનો આ પારસ્પરિક શત્રતાભર્યો વ્યવહાર જોઈને કેટલાક લોકોના મનમાં વિચાર આવ્યો કે આ ક્લેશનું મૂળ કારણ શું છે? સત્યતાનો દાવો કરનારું પ્રત્યેક દ્વન્દ્ર અંદરોઅંદર આટલુ લડે છે કેમ? જો બન્ને વિરોધી પક્ષો પૂર્ણ સાચા છે તો બન્નેમાં વિરોધ કેમ છે? આ ઉપરથી જણાય છે કે બન્ને પૂર્ણત: સત્ય નથી. તો શું તે બન્ને પૂર્ણતઃ મિથ્યા છે? એવું પણ ન હોઈ શકે કેમ કે તે બન્ને જે સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે તેની પ્રતીતિ અવશ્ય થાય છે. પ્રતીતિ વિના તો કોઈ પણ સિદ્ધાન્તનું પ્રતિપાદન સંભવતું નથી. આવી પરિસ્થિતિમાં તે બન્ને પક્ષોનું શું સ્થાન છે? તે બન્ને અંશતઃ સત્ય છે અને અંશતઃ મિથ્યા છે. એક પક્ષ જે અંશમાં સાચો છે તે જ અંશમાં બીજો પક્ષ ખોટો છે. તેથી તે બે વચ્ચે પરસ્પર કલહ થાય છે. એક પક્ષ સમજે છે કે હું જ પૂરેપૂરો સાચો છું અને મારો પ્રતિપક્ષી બિલકુલ ખોટો છે. બીજો પક્ષ પણ આવું જ સમજે છે. આ જ કલહનું મૂળ કારણ છે.
જૈન દર્શન આ સત્યથી પરિચિત છે. તે માને છે કે વસ્તુમાં અનેક ધર્મો છે. આ ધર્મોમાંથી કોઈ પણ ધર્મનો અપલાપ ન કરી શકાય. જે લોકો એક ધર્મનો અપલાપ કરીને બીજા ધર્મનું સમર્થન કરે છે તેઓ એકાન્તવાદની ઘંટીના બે પડ (પક્ષો વચ્ચે પિસાય છે. વસ્તુ કથંચિત્ ભેદાત્મક છે, કથંચિત્ અભેદાત્મક છે; કથંચિત્ સત્કાર્યવાદ અન્તર્ગત છે, કથંચિત્ અસત્કાર્યવાદ અન્તર્ગત છે; કથંચિત નિર્વચનીય છે, કથંચિત અનિર્વચનીય છે; કથંચિત્ તર્કગમ્ય છે, કથંચિત્ તર્કગમ્ય છે. પ્રત્યેક દૃષ્ટિની અને પ્રત્યેક ધર્મની એક મર્યાદા છે. તેનું ઉલ્લંઘન ન કરવું એ જ સત્યને ન્યાય કરવો ગણાય. જે વ્યક્તિ આ વાતને સમજતી નથી અને પોતાના આગ્રહને જગતનું તત્ત્વ માને છે તે ભ્રમમાં છે. તેણે તત્ત્વને તેના પૂર્ણ રૂપમાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તે પોતાના એકાન્તવાદી આગ્રહનો ત્યાગ નથી કરતી ત્યાં સુધી તે તત્ત્વનું પૂર્ણ સ્વરૂપ સમજી શકતી નથી. વસ્તુના એક ધર્મને તો સર્વથા સત્ય માની લેવો અને બીજા ધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org